અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એ.ડી.પરમાર નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી.એસ.યુ.ઠાકોર, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૩૦૮૦૦ /૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રોહિત ઉર્ફે ડેબુચોર સ/ઓ અરવિંદભાઇ પટણી (લપેલંગવાળા) ઉ.વ.૨૦ રહેવાસી મ.નં.૧/૧ બોરડીવટનગરના છાપરા સરસપુર શહેરકોટડા અમદાવાદ શહેર નાને તા.૦૪/૦૯/૨૦૨૩ ના કલાક ૧૩/૦૦ વાગે સી.આર.પી.સી કલમ- ૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) એ.ડી.પરમાર,પો.ઇન્સ.
(૨) એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ.
(૩) અ.હે.કો. જયપાલસિંહ વિજયસિંહ
(૪) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ (બાતમી)
(૫) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ (બાતમી)
(૬) પો.કો જયપાલસિંહ અજીતસિંહ