અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ HC રાજુજી ઠાકોર તથા PC ચમનભાઇ જાદવને મળેલ સંયુક્ત બાતમી આધારે વિરમગામ રૂરલ પો.સ્ટે. વિસ્તારના મોજે ધાકડી ગામે પટેલ વાસ ખાતે રેઇડ કરી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલબંધ કાચની નાની મોટી કુલ બોટલ ૧૨૩૨ તથા બીયર ટીન નંગ ૪૮, જેની કુલ કિ.રૂ.૧૫૮૬૯૫/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૧,૬૩,૬૯૫ નો મુદ્દામાલ અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. એ ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી
ગોવિંદભાઇ ભગવાનભાઇ પટેલ રહે. પટેલ વાસ, ધાકડી, વિરમગામ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા, પો.સ.ઇ.શ્રી જે.એમ.પટેલ, ASI જયદિપ સિંહ વાઘેલા, HC રાજુજી ઠાકોર, HC ઇસ્માઇલબેગ મિરઝા, HC હિમાંશુ પરમાર, HC કપીલદેવસિહ વાઘેલા, PC ચમનભાઇ જાદવ, PC અનુપસિંહ સોલંકી વિગેરે નાઓ જોડાયેલ હતા.