ગુજરાત સી.એસ.આર.ઓથોરીટી અને AMCના સંયુક્ત ઉપક્રમે ઈ-ઓટો પ્રોજેકટ હેઠળ રસ ધરાવતી મહિલાઓ માટે ઓરીએન્ટેશન વર્કશોપનુ આયોજન

Spread the love

અમદાવાદ

અ.મ્યુ.કોપોરેશન- યુ.સી.ડી. ખાતુ ઈ ઓટો પ્રોજેકટ અંતર્ગત તા.૦૪.૦૯.૨૦૧૩ ના રોજ આયોજીત ઓરીએન્ટેશન વર્કશોપની આજ તા.૦૪.૦૯.૨૦૨૩, સોમવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આત્મનિર્ભર કરવાના ભાગરૂપે તથા સરકારશ્રી દ્વારા પર્યાવરણ સંરક્ષણને પ્રાધાન્ય આપી દરેક કેટેગરીમાં ઈ વ્હીકલનું પ્રમાણ વધે તથા તે માટે ગુજરાત સી.એસ.આર.ઓથોરીટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને રોજગારી સુનિશ્ચિત કરાવવા અમલમાં મુકેલ ઈ ઓટો પ્રોજેકટ હેઠળ રસ ધરાવતી મહિલાઓ માટે ઓરીએન્ટેશન વર્કશોપનુ આયોજન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ભવન, દક્ષિણ ઝોન, ઝોનલ ઓફીસ, મણિનગર ખાતે ડે.મ્યુનિ.કમિશ્નરશ્રી(યુ.સી.ડી./દક્ષિણ ઝોન)ના અધ્યક્ષસ્થાને કરવામા આવેલ. જેમા યુ.સી.ડી.વિભાગના ડાયરેક્ટરશ્રી, ડે. ડાયરેક્ટરશ્રી, પ્રોજેક્ટઓફીસરશ્રીઓ, કોમ્યુનીટી ઓર્ગેનાઇઝરશ્રીઓ, જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર, સેંટ્રલ વર્કશોપ તથા ગુજરાત એનર્જી ડેવલોપમેંટ એજન્સી(GEDA)ના પ્રતિનિધિઓ હાજર રહેલ.આયોજન કરવામા આવેલ ઓરીએન્ટેશન વર્કશોપ અત્રે આવેલ ૧૩૬ જેટલી મહિલાઓની અરજીઓ પૈકીની ૧૦૩ જેટલી બહેનો હાજર રહેલ. તાલીમ પૂર્ણ થયેથી હાજર બહેનો દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ તેઓ જોડાવા બાબતે સહમતિ આપેલ

આજના ઓરીએન્ટેશન વર્કશોપમા ઈ-ઓટો પ્રોજેકટ હેઠળ પસંદ થનાર મહિલા અરજદારોને ઈ રિક્ષાના સંચાલન માટે ડ્રાઈવિંગ આપવા પસંદ કરવામા આવેલ સંસ્થા જન વિકાસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના પ્રતિનિધિ શ્રી કિર્તીબેન જોષી તથા તેમની ટીમ દ્વારા લાયસન્સ, રિક્ષા ડ્રાઇવિંગ સાથે સાથે મહિલા સશક્તિકરણની તાલીમ અંગે વિસ્તૃત માહીતી આપવામાં આવેલ.

આ પ્રોજેકટ હેઠળ અરજદારને રિક્ષા ખરીદી કરવા માટે બેન્ક લોન માટે તથા સરકારશ્રીની જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર મારફતે રોજગાર/સ્વ-રોજગાર માટેની યોજના જેવી કે વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત 30% કેપીટલ લોન/સબસીડી તેમજ રાજય સરકારશ્રીની ગુજરાત એનર્જી ડેવલોપમેંટ એજન્સી (GEDA) દ્વારા ઈ-વ્હીકલની ખરીદી ઉપર આપવામાં આવતી નિયત સહાય રૂ. ૪૮૦૦૦/- માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. ઓરીએન્ટેશન વર્કશોપમા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા પસંદગી પામેલ અરજદારો દ્વારા લાઈસન્સ મેળવેથી ઈ રિક્ષાની ખરીદી કર્યા બાદ જરૂરી પુરાવા રજૂ કર્યેથી CSR પ્રોજેકટ હેઠળ રિક્ષા દીઠ રૂ.૩૦૦૦૦/-ની નાણાકીય સહાય સબસીડી તરીકે ચૂકવવામાં આવશે તેમ જણાવવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com