ભારતીય અર્થ વ્યવસ્થાની રફતાર પર બ્રિટીશ મીડીયા ઓળઘોળ

Spread the love

વિશ્ર્વભરમાં આર્થિક મંદિ-સ્લોડાઊન વચ્ચે પણ ભારતીય અર્થ વ્યવસ્થાની રફતાર પર બ્રિટીશ મીડીયા ઓળઘોળ થયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાસનમાં જ રોકેટ ગતિ મળ્યાનો સ્પષ્ટ સુર વ્યકત કરીને પ્રસંસા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાસનકાળમાં ગુણવાન દર્શાવતા બ્રિટીશ અખબાર ધ ટેલીગ્રાફના રીપોર્ટમાં એમ દર્શાવાયુ છે કે નવ વર્ષનાં આ કાર્યકાળમાં રાજકીય સ્થિરતાને કારણે કાનુની સુધારા સરળતાથી લાગુ થઈ શકયા હતા. ઉપરાંત મૂળભૂત કલ્યાણકારી યોજનાઓમાં સુધારા તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે વિકાસમાં મોટી સફળતા હાંસલ થઈ શકી છે.

રાજકીય વિવાદો વચ્ચે પણ મોદી શાસનમાં ભારત પોતાના ભૌગોલીક લાભો તથા ડીજીટલ કૌશલ્યની વ્યાપક તકના આધારે આગળ ધપી રહ્યું છે. ભારતમાં ભરપુર તકોની સાથોસાથ કેટલાંક પડકારો પણ છે. છતા મોદીએ ભારત માટે મોટા ટારગેટ નકકી કર્યા છે અને તે સ્પષ્ટ કરવાની દિશામાં ભારત આગળ ધપી રહ્યું છે. આ તકે ચંદ્રયાન-3 ની સફળતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એર ઈન્ડીયા તરફથી 470 વિમાનોનાં રેકોર્ડબ્રેક ઓડીટનો ઉલ્લેખ કરતાં રીપોર્ટમાં એમ કહેવાયું છે કે દુનિયાભરના દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લાલજાજમ બિછાવી દીધી છે. આઈએમએફ દ્વારા આવતા પાંચ વર્ષ સુધી ભારતીય અર્થ વ્યવસ્થા સમગ્ર દુનિયામાં સૌથી વધુ વિકાસ પામશે વી ભવિષ્યવાણી કરી છે.

મુંબઈ તથા દિલ્હીમાં એપલના રીટેઈલ સ્ટોર તથા તે ખુલ્લા મુકવા ખુદ કંપનીના વડા ટીમ કુકનાં ભારત પ્રવાસની એપલ માટે આઈફોન બનાવતી કંપની ફોકસ કોમનાં કર્ણાટકમાં એક અબજ ડોલરનાં રોકાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરીકી કંપની માઈક્રોન દ્વારા ગુજરાતમાં સેમી ક્ધડકટર એજન્સી ગોલ્ડમેન સેંસની બોર્ડ મીટીંગ ભારતમાં રાખવાના કિસ્સાને ભારતની વધતી તાકાત સાથે જોડવામાં આવ્યો છે.

રીપોર્ટમાં કહેવાયુ છે કે આવતા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્ર દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ બની જશે. આવતા સાત વર્ષમાં કૌશલ્ય ધરાવતી વસતી ચીનથી વધુ હશે. રીપોર્ટમાં આઈપીએલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અમેરીકી ફૂટબોલ લીગ બાદ દુનિયાની બીજા નંબરની સૌથી મુલ્યવાન લીગ છે સાથોસાથ સ્પાઈડઝન ફીલ્મમાં ભારતીય સુપરહીરોનો પણ ઉલ્લેખ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com