સ્વામીનારાયણ વડતાલ તાબા હેઠળ આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમાની નીચે લગાવેલા ભીંતચિત્રોના વિવાદને લઇ અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બોટાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા વજ્ર સહિતના વાહનો ગોઠવવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમાની નીચે મુકાયેલા ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા જે પ્રમાણે હર્ષદ પટેલ દ્વારા ભીત ચિત્રો ઉપર કાળો કલર લગાવી અને તોડફોડ કરવામાં આવેલ ત્યાર બાદ મંદિર વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ અને મસ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
અનેક સાધુ સંતો કે પછી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો દ્વારા સાળંગપુર આવાની ચીમકીઓ આપેલ છે. જેને લઈ હાલતો બોટાદ પોલીસ દ્વારા સતર્કતાને ધ્યાને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સાળંગપુર મદિરમાં ફરી પાછી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માટે બે એસ.આર.પી ની ટુકડી, 5 ડી.વાય.એસપી, 10 પી.આઈ, 8 પીએસઆઇ,275 પોલીસ અને 115 જી.આર.ડી. અને હોમગાર્ડને બે શિફ્ટમાં ગોઠવેલ છે. તેમજ વ્રજ સહિત ના વાહનો પણ ગોઠવવામાં આવ્યાછે. તેમજ ભાવનગર, બોટાદ, અમરેલી ની પોલીસ બોલાવી લેવામાં આવેલ છે અને સમગ્ર સાળગપુર કષ્ટભંજન મંદિરમાં પોલીસ જ જોવા મળી રહી છે. સાળંગપુર મદિરમાં જે પ્રમાણે ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે તેને જોઈને લાગી રહ્યું છે કે, જ્યાં સુધી આ વિવાદ નું કોઈ નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ચોક્કસ અહીંયા પોલિસ બંદોબસ્ત રહેશે.
અમદાવાદમાં કાલુપુર, શાહિબાગ, મણિનગર, સેટેલાઈટ ગુરુકુળ સહિત જ્યાં જ્યાં સ્વામિનારાયણના મોટા મંદિરો છે. ત્યાં અમદાવાદ શહેર પોલીસની ટીમને ફરજ પર રાખવામાં આવી છે. આગામી સુચના ના મળે ત્યાં સુધી અમદાવાદ શહેર પોલીસ સ્વામિનારાયણ મંદિર બહાર પહેરો લગાવશે. બોટાદમાં કષ્ટભંજન હનુમાન મંદિરની વણસેલી પરિસ્થિતીને પગલે લોકો ઉશ્કેરાઈ નહીં તે માટે શહેરના તમામ સ્વામિનારાયણ મંદિરને પોલીસને ફરજ આપેલી છે. જેને લઈને સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. સ્વામિનારાયણ ભક્તો જ્યારે મંદિરમાં આવે ત્યારે સૌથી પહેલાં પોલીસની PCR વાન સહિત પોલીસને જુએ છે. બોટાદમાં જે પ્રકારે એક વ્યક્તિ દ્રારા ભીતચિંત્રો પર કાળો કુચડો મારવામાં આવ્યો હતો તે બાદ ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તે માટે સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસને મુકવામાં આવી છે.
અમદાવાદ ખાતે સંત સંમેલનનું આયોજન કરાયુ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવા સનાતન ધર્મના તમામ સંતોનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે એક મંચમાં નહીં બેસવા દેવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સાણંદ હાઈવે પર આવેલાં લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. જેમાં રાજયના મોટાભાગના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાળંગરપુર મંદિર પરિસરમાં બનાવાવમાં આવેલાં કિંગ ઓફ હનુમાનની વિશાળ મુર્તિ નીચે ભીંત ચિત્રોથી હનુમાનજીના અપમાન મુદ્દે નારાજ થયેલાં અપમાન કરવામાં આવે છે. તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ ભક્તો જ્યારે મંદિરમાં આવે ત્યારે સૌથી પહેલાં પોલીસની PCR વાન સહિત પોલીસને જુએ છે.
બોટાદમાં જે પ્રકારે એક વ્યક્તિ દ્રારા ભીંતચિંત્રો પર કાળો કુચડો મારવામાં આવ્યો હતો. તે બાદ ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તે માટે સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસને મુકવામાં આવી છે. બોટાદમાં કષ્ટભંજન હનુમાન મંદિરની વણસેલી પરિસ્થિતીને પગલે લોકો ઉશ્કેરાઈ નહીં તે માટે શહેરના તમામ સ્વામિનારાયણ મંદિરને પોલીસને ફરજ આપેલી છે.