ગુજરાતમાં પોલીસની હાલત કફોડી છે, ખરેખર જે કામ કરે છે, તેને યોગ્ય વળતર કે પગાર મળવો જ જોઈએ, 24 કલાકથી બંધાયેલા અને પરિવાર થી દૂર, અને રજાના નામે મીંડું જેવી હાલત હોવા છતાં પોલીસની કદર હવે ક્યારે થશે? ત્યારે શિક્ષકોએ તો પોતાના યુનીયન થકી રજૂઆત અને ઉપવાસ આંદોલન છેડીને પણ સરકારને ના કરતાં હા પણ કરાવી દીધી, ત્યારે પ્રજાના રક્ષક એવા પોલીસ કર્મીનું યુનીયન ન હોવાથી પોલીસ કર્મીઓના માટે કોઈ સાંભળનાર કે અવાજ ઉઠાવનાર નથી, ત્યારે પોલીસ કર્મીઓ વોટ્સએપ અને સોશિયલ મીડિયા થકી પોતાની રજૂઆત કે વિરોધ પ્રગટ કરશે પણ હા, હવે પ્રજા માટે હર હંમેશા સેતુ બનનારી પોલીસે પ્રજા પાસે મદદની આશાએ 31 જુલાઇ-2020 સાંજે 8 વાગે દિવો કે મીણબત્તી પ્રગટાવીને પોલીસને સપોર્ટ કરવા અને પોલીસની સાથે પ્રજા છે, અને એકલતાનો અનુભવ ન થાય તે માટે ઈચ્છા રાખી છે.
ગુજરાતની પ્રજાજન માટે હરહંમેશા પોલીસ રક્ષક બનીને ઊભી છે, ત્યારે પોલીસને પણ હવે પ્રજાના સપોર્ટની જરૂર હોઇ પ્રજા પણ પોલીસની રજૂઆત યોગ્ય હોય જેથી કોન્સટેબલ – 2800 ગ્રેડ પે, હેડ કોન્સટેબલ- 3600 ગ્રેડ પે, ASI – 4200 ગ્રેડ પે ની રજૂઆત એક દિવો આપણા રક્ષક માટે નું અભિયાન છોડાય તેવી આશા સેવી રહ્યા છે.