રાજ્યમાં સૌથી વધુ કફોડી હાલત કોરોનામાં થઈ હોય તો તે પોલીસકર્મીઓની થઈ છે અને સૌથી વધારે પોલીસ કર્મીઓ આ કોરોનામાં ડ્યુટી કરતી વખતે સંક્રમિત થયા છે. નોકરી નો કોઈ સમય નથી, સરકારી બાબુઓ, શિક્ષકો માંડ અમુક કલાકો જ નોકરી કરતા હોય છે તેમાં સરકારી બાબુ દિવસમાં ત્રણ વાર ચાની ચુસ્કી મારવામાં ૨ કલાક અને વિશેષમાં અડધા કલાકની રિશેષ બીજા દોઢ કલાક ભોગવીને બહાર શેખી મારતા હોય છે. અમારે જલ્સા અને ઘણા કર્મચારીઓ આજે પણ બપોરે ઘરે જઈને સૂઈ જાય છે ભલે ને પછી ગમે તેવા નિયમો અને ઈલેક્ટ્રોનિક ખેલો કરો પણ ખેલંદો કામ કેટલું નહીં કરવું તે જ કરતાં હોય છે અને શિક્ષકોમાં માંડ છ કલાકની નોકરી અને વર્ષમાં ૪ મહિના વેકેશન ભોગવતા હોય છે ત્યારે સૌથી સૌથી આકરી નોકરી હોય તો પોલીસ કર્મીઓની છે. ગમે ત્યારે આખા ગામની વહુ હોય તેમ પોલીસ ખાતાને હાજી હાજી કરવામાં ઘુંઘટો જણાવીને જ કામ કરવું પડે છે ત્યારે આ નોકરીમાં ૨૪ કલાકથી બંધાયેલ આ પોલીસકર્મીઓની ૫ વર્ષમાં હાલત કફોડી થઈ ગઈ છે તેમાં આંદોલન, સરઘસો, રેલી, ચૂંટણી બાદ હવે કોરોનામાં પોલીસ પણ અનેક જગ્યાએ સંક્રમિત થઈ ગઈ છે ત્યારે કામ કરે અને ઠેલો અને ન કરનારા અને જલસા કરનારાને પગાર વધારો અને એ ગ્રેડ મળી રહે છે ત્યારે પોલીસની હાલત કફોડી રહેતા અને શિક્ષકોના ગ્રેડ પે વધારો થતાં હવે તા.૩૧ જુલાઈથી २८०० ગ્રેડ પે અમારો અધિકારીનું અભિયાન સાથે સોશિયલ મીડિયામાં આંદોલન છેડાય તેવું સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પોલીસને કોઈ ૨જા નહીં. ૨૪ કલાક બંધાયેલા તો પોલીસ અન્યાય કેમ ? ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પગારનો ગ્રેડ ઓછો હોવાથી સોશિયલ મીડિયામાં પોતાના અવાજ દર્શાવી રહ્યું છે.
ગુજરાતના હાર્દ સમા એવા પોલીસ વિભાગે બાંયો ચઢાવી છે ત્યારે સોશિયલ મીડિયામાં કોનસ્ટેબલને ૨૮૦૦ રૂપિયા અને હેડ કોન્સ્ટબલને ૩૬૦) રૂપિયાનો પે આપવામાં આવે અને એએસઆઈને ૨૪૦૦ ગ્રેડ પે સામે ૪૪૦૦નો ગ્રેડ પે આપવામાં આવે. હાલ પોલીસનું કોઈ યુનિયન નથી ત્યારે સોશિયલ મિડિયામાં વ્યથા ઠાલવી રહ્યા છે.