સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનો ભાગ, કાલે સૂર્યોદય પહેલા ભીતચિત્ર દૂર કરી લેવાશે : વડતાલના મુખ્ય કોઠારી સ્વામી

Spread the love

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.

વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, આ મીટીંગ સદભાવનાભર્યા વાતાવરણમાં પૂરી થઈ છે. VHPએ પાયાનું કામ કર્યું છે. 2 કલાક મીટીંગ ચાલી, સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનો ભાગ. કાલે સૂર્યોદય પહેલા ભીતચિત્ર દૂર કરી લેવાશે. સમાજમાં સમરસતા સ્થાપવા બેઠક કરવામાં આવશેકોઈએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ન કરવો. આ વિવાદનો પૂર્ણ વિરામ લાવવા પહેલ થઈ છે. સ્વામિનારાયણ સંતો અને સ્વામી વડતાલની આજે શિવાનંદ આશ્રમમાં મીટીંગ થઈ છે.

જોકે, આ બેઠક પૂર્ણ થતાં વડતાલ સંપ્રદાયના સંતો સીએમ નિવાસસ્થાનથી રવાના થયા હતા. દોઢ કલાકની આ બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. વડતાલ સંપ્રદાયના સંતો દ્વારા સરકારને બાંયધરી આપવામાં આવી છે કે, હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દેવાય. 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે. ગાંધીનગર સીએમ નિવાસસ્થાને બેઠક પૂર્ણ કર્યા બાદ વડતાલ સંપ્રદાયના સંતોની હાલ ઈસરો સામે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે VHP અને સનાતન ધર્મ સાથે બેઠક ચાલી રહી છે. છેલ્લા એક કલાકથી ચાલી રહેલી મિટિંગ વચ્ચેથી VHPના અશોક રાવલ બહાર આવ્યા અને વિકટરી સિમ્બોલ બતાવીને પાછા અંદર જતા રહ્યા હતા. ત્યારે દોઢ કલાકની ચર્ચા બાદ વડતાલ સંપ્રદાયના સંતો અને VHP અને સનાતન ધર્મના સંતો વચ્ચેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. હાલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

આ બેઠકમાં VHPમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ હાજર રહ્યા છે. ઝુંડાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતન ધર્મના સંતમાંથી ચૈતન્યશંભુ અને પરમાત્માનંદજી મહારાજ હાજર રહ્યા છે. જોકે, કેટલાક સાધુ-સંતો ટેલિફોનીક અને મોબાઈલથી લાઈવ પણ જોડાયા છે. કલ્યાણરાયજી મહારાજ મંદિરના શષ્ટગૃહ યુવરાજ શરણમ કુમારજી પણ હાજર રહ્યા છે.

‘અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ’ વડતાલ સંપ્રદાયના સંતોએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં VHP અને સનાતન ધર્મના સંતો જેમ કહેશે એમ કરીશું. હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ ના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે સરકારનું નાક દબાવવા નથી માંગતા પણ આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ.

ઉલ્લેખની છે કે સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ ગઈકાલે અમદાવાદના સાણંદ હાઈવે પર આવેલા લંબેનારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટા ભાગના સાધુ-સંતો હાજર રહ્યા હતા. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાયો છે. સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગાં થઈ તમામ વ્યૂહરચના બનાવી છે, જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાક નિર્ણય લીધા છે. એમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો હતો. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

ડો. જ્યોતિરનાથ મહારાજે જણાવ્યું હતું કે દરેક સંતો-સાધુઓ મળ્યા અને એક થયા. લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુરમાં વિરોધ થયો, જેને અમે બિરદાવીએ છીએ. સંતો દરેક રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

સાણંદના લંબેનારાયણ આશ્રમ ખાતે ડો. જ્યોતિરનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, ત્યારે આ ઠરાવોને પસાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ . ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન દાદા અને સનાતન ધર્મનાં દેવી-દેવતાનું અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.

ભારત સરકાર દ્વારા સનાતન ધર્મનાં પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય એવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.

સનાતન ધર્મના કોઈપણ સાધુ-સંતો આજથી સ્વામિનારાયણ મંદિરનો બહિષ્કાર કરી, સંતોને આવકારીશું નહીં અને તેમના આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં.

. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનાં નામ લેવાં નહીં.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મનાં શાસ્ત્રો, જેવા કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.

સ્વામિનારાયણ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મનાં હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય એ ભાગને કાયમી દૂર કરવામાં આવે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં, જ્યાં પણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ સહજાનંદ સ્વામીને સર્વોપરિ હતાં, તેથી ભીંતચિત્રો અને ઔદીચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવાં.

સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેમનાં તાત્કાલિક રાજીનામાં લેવાં.

સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી

બહેનોએ સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન

કરવું.

સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.

સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો

. સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય એ જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com