બીઓઆઇમાં નોકરી કરતા ક્લાર્કને એયુ ફાઇનાન્સ બેંકમાંથી બોલુ છુ કહી કઇ સમસ્યા હોય તો જણાવો કહેતા કર્મચારીએ ક્રેડીટ કાર્ડ ઉપર રીવર પોઇન્ટ નથી મળતા કહી ૩ સમસ્યા જણાવી હતી. બાદમાં લીંક મોકલતા ટુકડે ટુકડે ૮૬૯૦૬ રુપિયા ખાતામાંથી કટ થઇ ગયા હતા. જેથી સેક્ટર ૨૧ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ પ્રતિક દિનેશચંદ્ર આદ્રેજા (રહે, સેક્ટર ૨૫) સેક્ટર ૧૬ બેંક ઓફ ઇન્ડીયામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ત્યારે તેના મોબાઇલ નંબર ઉપર સંદીપભાઇ નામથી એક અજાવ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો અને એયુ ફાઇનાન્સ બેંકમાંથી બોલુ છુ કહી, તમારે કોઇ ક્રેડીટ કાર્ડ બાબતની ફરિયાદ હોય તો જણાવો કહ્યુ હતુ. જેમાં ટ્રાન્ઝેક્શનમાં રીવર પોઇન્ટ મળતા નથી, ખોટા ચાર્જ લગાવે છે તે કાઢી આપો કહતા ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરનાર ટીમને વાત કરીને તમને ફોન કરુ છુ કહી ફોન કટ કરી દીધો હતો.ત્યારબાદ ફરીથી અન્ય અજાણ્યા નંબર ઉપરથી ફોન કરી અજાણી વ્યક્તિએ ફોન કરી ટેક્સ મેસેજ મોકલ્યો હતો. જેમાં એયુ ફાઇનાન્સ બેંકની એપ્લીકેશનની લીંક મોકલી ઓપન કરવા કહ્યુ હતુ. ત્યારબાદ રીવર પોઇન્ટ ચેક કરવા કહ્યુ હતુ. જેમાં ઇમેઇલ એડ્રેસ ચેક કરવાનુ કહ્યુ હતુ, પરંતુ કોઇ ઇમેઇલ નહિ આવતા ફોનમાં ઓટીપી મોકલ્યો હતો.