દેશમાં પ્રથમ ગુજરાતમાં આંગણવાડી કાર્યકર, તેડાગરની ભરતી Online: પારદર્શી રીતે કરવા વેબ-પોર્ટલનું લાન્ચીંગ     

Spread the love

મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણુંક Online વેબ પોર્ટલ માન.મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા તથા મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા કરવા માટેનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. ભારતભરમાં ગુજરાત આવી માનદ સેવા ધારકો આંગણવાડી કાર્યકર, તેડાગરની Online  વેબ પોર્ટલ દ્વારા ભરતી કરનાર એકમાત્ર અને પ્રથમ રાજ્ય બની રહેશે. પારદર્શી વહીવટના આગ્રહી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાના પ્રયત્નશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીની પ્રેરણાથી આ Online ભરતી પ્રક્રિયાહાથ ધરાઇ છે.

આ નિમણુંકની પ્રક્રિયામાં એપ્લાય ઓનલાઇ થવાનું દસ્તાવેજ જરૂરી આધાર પુરાવાઓ ઓનલાઇન સબમીટ કરવાના રહેશે. નિમણુંક પણ ઓનલાઇન અપાશે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન પારદર્શી રીતે હાથ ધરાશે.

પ્રશ્ન એ થાય કે બીચારી ગામડામાં બેઠેલી ટેકનોલાઇજી અજાણ ઓછુ ભણેલી બેનને ઓનલાઇન કેવી રીતે અરજી કરી શકશે તો તે માટેની વ્યવસ્થા પણ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઇ છે. દરેક ગ્રામ પંચાયતમાં કાર્યરત VCA વિલેજ કોમ્પ્યુટર,  વ્યક્તિ બહેનોને Online અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા કરાવી આપશે. અરજી કરાશે અને દસ્તાવેજો પણ અપલોડ કરી આપશે.

આ Online અરજી કર્યા બાદ નિયમાનુસારની તપાસ કાર્યવાહી કરી મેરીટ લીસ્ટ બનાવશે આ મેરીટ લીસ્ટ મુજબ જે ઉમેદવારને પસંદગી થવા પાત્ર હોય તેને તેમના ઓરીજનલ  દસ્તાવેજોની ચકાસણી કરાવાશે અને ત્યારબાદ નિમણુંક પત્ર અપાશે. આ નિમણુંક પત્ર પણ ઓનલાઇન જનરેટ થશે અને તે બહેનો સુધી પહોંચશે.

આ પ્રક્રિયામાં અપીલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અપીલ પણ Online કરાશે નિમણુંક પત્ર આપતાં પહેલાં ૧૦ દિવસનો સમય કોઇ અરજદાર બહેન ને તેને અન્યાય થયાનું કે કોઇ બાબત ચુકાઇ ગયાનું ધ્યાન પર આવશે તો તે અપીલ સમિતી સમક્ષ ઓનલાઇન અપીલ કરી શકશે અને ૧૦ દિવસમાં આ સમિતિ તે ફરીયાદી બહેનને અપીલનો જવાબ પણ ઓનલાઇન જ આપી દેવાશે.

કોઇ બહેનને ઇન્ટરવ્યુંમાં કે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેશે નહી. રાજ્ય લેવલથી વર્ષમાં ત્રણથી ચાર વાર આ ભરતી પ્રક્રિયા કરાશે અને તેમાં આવનાર છ માસમાં સંભવીત ખાલી પડનાર જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ Online પ્રક્રિયાના કારણે ભરતી પ્રક્રિયા ઝડપી બનશે અને પારદર્શી બનશે. ઓફ લાઇન અત્યાર સુધી ચાલતી પ્રક્રિયામાં ઘટક કક્ષાએ જાહેરાત બહાર પડે બધા અરજદારોને ઇન્ટરવ્યુમાં બોલાવાય અને બાદ તેમની પસંદગીમાં યાદી બને જિલ્લા સમિતિ આ પ્રક્રિયા કર્યા પછી કોઇ માનવભુલ થવા તો સંભવ રહે અને આ પ્રક્રિયામાં ગમા-અણગમા ભલામણોની પણ અસર થવા સંભવ હતો અને પ્રક્રિયા કર્યા પછી અન્યાય થતો જણાય તો કોર્ટના દ્વારે પણ જતા હતા જેથી પ્રક્રિયા અતીશય વિલંબીત થતી હતી અને નિમણુંકમાં પણ ખુબ વિલંબ થતો હતો. જે પણ આ Online પ્રક્રિયાના કારણે આ તમામ પ્રશ્નો દુર થશે.

અત્યાર સુધી ચાલતી ઓફ લાઇન પ્રક્રિયામાં ખાલી પડેલી જગ્યા પછી આ લાંબી પ્રક્રિયા દરમ્યાન લાંબા સમય સુધી આ જગ્યાઓ ખાલી રહેતી હતી જેથી મહિલા અને બાળ વિકાસની લાભો સેવાઓ લોકો સુધી પહોંચાડી શકવામાં પણ તકલીફ પડતી હતી આ બધી બાબતોનો આ Online ભરતી પ્રક્રિયાથી અંત આવશે અને પારદર્શક રીતે ભરતી થશે, યોગ્ય મેરીટ આધારીત પસંદગી થશે. જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહેવાની શક્યતાઓ નહીવત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com