ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ધ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે Online ધીરાણ

Spread the love

ડિજિટલ ઇન્ડિયા ભાગરૂપે તેમજ હાલની coVID-19 મહામારીના સમયમાં લોકોને ઝડપી લોન મળે અને પોતાનો વ્યવસાય શરૂ કરી નાગરિકો આર્થિક રીતે સદ્ધર થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીના કાર્યાલયથી મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર વરદ હસ્તે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની વિવિધ યોજનાના ૪૯૬ લાભાર્થીઓના ખાતામાં ઓનલાઈન ધિરાણ કરવામાં આવ્યું હતુ. રૂા. ૬૦૦.૯૬ લાખ લોનની રકમ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. ધિરાણ મેળવનાર લાભાર્થીઓ પૈકી પશુપાલન યોજના હેઠળ ૪૮૬, નાના ધંધા યોજના હેઠળ ૧, ટ્રાન્સપોર્ટ યોજના હેઠળ ૨, નવી સ્વર્ણિમા યોજના હેઠળ ૨ અને ઉચ્ચ શિક્ષણ યોજના હેઠળ ૫ મળી કુલ ૪૯૬ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, | નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી કા.દિવ્યંકા જાની સહિત માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વપૂર્ણ બાબત છે કે, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે.

રાજ્યમાં માનદ વેતન થી કામ કરતા આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના માનદ સેવકોની પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ અર્થે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ ખાતેથી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ “e-HRMS Gujarat” પોર્ટલનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયથી ‘ગુજરાત’ સમગ્ર દેશમાં એક રોલ મોડલ બન્યું છે. આ પ્રકારનું પોર્ટલ શરૂ કરનાર રાજ્ય સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાત છે. રાજ્ય સરકારે જાહેર વહીવટ અને ચાર આદર્શ સૂત્રો સંવેદનશીલતા, પારદર્શિતા,નિર્ણાયકતા અને પ્રગતિશીલતા ચરિતાર્થ કરવાની દિશા તરફ આ વધુ એક પગલું છે. મંત્રીશ્રી વસાવાએ ઉમેર્યું કે આ પોર્ટલ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ નું સતત માર્ગદર્શન મળ્યું છે. ટેકનોલોજીના આગ્રહી એવા મુખ્યમંત્રીશ્રીનું ‘સીએમ ડેશબોર્ડ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત મોડલ જોવા માટે અન્ય રાજ્યોમાંથી ડેલીગેશન ગુજરાત આવે છે અને પોતાના રાજ્યમાં તેનું અમલીકરણ કરે છે. આ જ રાજ્યના સુશાસનની સફળતા છે તેમ તેમણે ઉમેર્યું હતું. મહિલા બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ વિભાગ દ્વારા શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું પગલું સાબિત થશે. આ પ્રકારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ઓનલાઇન ભરતી ની પ્રક્રિયાનું અન્ય રાજ્યો પણ આનું અનુકરણ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. છેવાડાના ગામોમાં રહેતી બહેનોને ઓનલાઈન ફોર્મ કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું કહીને મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામ પંચાયત ખાતેથી VCE સહયોગથી બહેનો ફોર્મ ભરાવી શકે. તે માટે જરૂરી પરિપત્રો કરી દેવાયા છે. હ્યુમન ઇન્ટરફિયરન્સ વગર ભરતી કરવા માટે આ પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ શ્રીમતી મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં ૩૧૫૫ આંગણવાડી કાર્યકરો અને ૪૦૦પ તેડાગર બહેનો મળી કુલ ૭૧૬૦ જગ્યાઓની ભરતી આગામી છ માસમાં ઓનલાઇન પોર્ટલ દ્વારા થનાર છે. હાલમાં રાજ્યમાં પ૩૦૨૯ આંગણવાડીઓ કાર્યરત છે. જે પૈકી ૫૧૨૨૯ આંગણવાડી કાર્યકર અને ૫૧૨૨૯ તેડાગર બહેનો ફરજ બજાવે છે. જ્યારે મીની આંગણવાડીઓમાં ૧૮00 કાર્યકર બહેનો ફરજો બજાવે છે. આઇ.સી.ડી.એસ.ના નિયામક શ્રી અશોક શર્માએ જણાવ્યું હતું કે કુલ ૧ લાખ ચાર હજાર માનદ સેવકોની જગ્યાઓ પૈકી ૯૭૦૯૮ જગ્યાઓ ભરેલી છે. આગામી છ માસમાં ઓનલાઇન ભરતી પ્રક્રિયા ઝડપભેર હાથ ધરી તમામ જિલ્લાઓમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ૪પ દિવસમાં ભરતી પ્રક્રિયાની સાયકલ પૂર્ણ કરવાનું આયોજન છે. ઓનલાઇન ભરતી પ્રક્રિયાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગીકરવામાં આવી હતી જે પૈકી ૧૧૧ આંગણવાડી કાર્યકર અને ૧૩૧ તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે આઇ.સી.ડી.એસ. યોજનાઓના અમલીકરણ અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ વિભાગના તેમજ આઇ.સી.ડી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com