કૃષ્ણની જેમ નૃત્ય કરો : જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણે કુદરતના એકબીજાથી તદ્દન વિપરીત છતાં પૂરક લક્ષણોને આત્મસાત કરીએ છીએ અને વ્યક્ત કરીએ છીએ. : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

Spread the love

જન્માષ્ટમીની રાત્રે જે અર્ધ ચંદ્ર ચમકે છે તેની એક વિશિષ્ટ અગત્યતા છે – તે જે વાસ્તવિકતા છે,જે પરમ સત્ય છે તેના વ્યક્ત અને અવ્યક્ત પાસાઓ વચ્ચેના સંપૂર્ણ સમતુલનનું રૂપક છે.વ્યક્ત સ્વરૂપે છે તે ભૌતિક દુનિયા અને અવ્યક્ત આધ્યાત્મિક ક્ષેત્ર-આ બન્ને દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણની નિપૂણતા તરફ નિર્દેશ કરે છે

અમદાવાદ

જન્માષ્ટમીની રાત્રે જે અર્ધ ચંદ્ર ચમકે છે તેની એક વિશિષ્ટ અગત્યતા છે – તે જે વાસ્તવિકતા છે,જે પરમ સત્ય છે તેના વ્યક્ત અને અવ્યક્ત પાસાઓ વચ્ચેના સંપૂર્ણ સમતુલનનું રૂપક છે.વ્યક્ત સ્વરૂપે છે તે ભૌતિક દુનિયા અને અવ્યક્ત આધ્યાત્મિક ક્ષેત્ર-આ બન્ને દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણની નિપૂણતા તરફ નિર્દેશ કરે છે.તેમણે આપેલા બોધ આપણા આ સમયને અનુરૂપ અને વિશિષ્ટ છે.તે તમને ભૌતિકતા પાછળની દોડમાં ખેંચાઈ જવા દેતા નથી કે તે તમને સંપૂર્ણ અલિપ્તતા કે ઉદાસીનતા તરફ દોરી જતા નથી.જ્યારે આપણે આ તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણે કુદરતના એકબીજાથી તદ્દન વિપરીત છતાં પૂરક લક્ષણોને આત્મસાત કરીએ છીએ અને વ્યક્ત કરીએ છીએ.આ કૌશલ્ય આપણને એક કમળ જેવા બનાવે છે જે કાદવમાં ઊગે છે છતાં તેના પાંદડા ચોખ્ખા રહે છે,કાદવથી બચેલા રહે છે.

કૃષ્ણનો અર્થ થાય છે સૌથી સોહામણું અને આકર્ષક,ચેતના.રાધે-શ્યામ વ્યક્તિનું અનંતતા સાથેનું જોડાણ દર્શાવે છે.દરેક હયાતીમાં જે ચેતના છે તે કૃષ્ણ છે.હકીકતમાં આપણે જે છીએ તે સ્વરૂપમાં જ્યારે આપણે સ્થાયી થઈએ છીએ ત્યારે આપણું વ્યક્તિત્વ ખીલે છે,કૌશલ્ય વિકસે છે અને સમૃધ્ધિ ખીલે છે.કૃષ્ણ માખણચોર તરીકે ઓળખાય છે.આ રૂપકનો અર્થ શું છે?માખણ એટલે પ્રક્રિયાના અંતે જે મળે છે: પહેલા દૂધનું દહીં બને છે,પછી તેને વલોવીને માખણ બનાવાય છે.આ જ રીતે, જીવન એટલે બનાવો અને ઘટનાઓ દ્વારા વલોણાની પ્રક્રિયા.પરંતુ જ્યારે અંતે વલોવવાનું પૂરું થાય છે ત્યારે આપણને માખણ,આપણામાંનું સંતપણું, મળે છે.

કૃષ્ણ જન્મ ઉજવવા પાછળનો મૂળ આશય પ્રતિકૂળ અને સારા બન્ને સમયમાં સમતુલનમાં જીવવા, સુખી,સંતુલિત અને આનંદમય રહેવાનું શીખવાનો છે.જ્યારે જીવનમાં બધું અનુકૂળ ચાલતું હોય ત્યારે તમે હસતું મોઢું રાખી શકો છો.પણ જ્યારે તમને પ્રતિકૂળતાઓએ ઘેર્યા હોય ત્યારે જો સ્મિત જાળવી શકો છો તો જાણો કે તમે જીવનમાં કંઈક મહાન હાંસલ કર્યું છે.આ મેળવવાનું આપણે કૃષ્ણની ઊભા રહેવાની અદા પરથી શીખી શકીએ છીએ!તે ઊભા હોય છે ત્યારે એક પગ જમીન પર અને બીજો ઊંચો હોય છે.આ રીતે જ જીવનમાં નૃત્ય થઈ શકે.જો તમારા બન્ને પગ જમીન સાથે જોડાયેલા હોય તો નૃત્ય ના થઈ શકે.જો તમારું મન સતત દુન્યવી ચિંતાઓમાં દબાયેલું હોય તો તમે કેવી રીતે નૃત્ય કરી શકો?એક સાક્ષી બનો.જ્યારે તમે મનમાં ચાલતી ગડમથલોને રાગ કે દ્વેષ વગર સાક્ષીભાવે જુઓ છો ત્યારે તમે તેમનાથી ઉપર ઊઠો છો.માટે, જ્યારે તમે અફસોસ અને ચિંતાઓથી પરેશાન હોવ ત્યારે આવું નહોતું થવું જોઈતું એમ વિચારવાને બદલે તમારે શરણાગતિ કરવી જોઈએ.તો તમે કૃષ્ણની જેમ જીવનના ચડાવ ઉતારમાં નૃત્ય કરી શકશો.શા માટે આટલા બધા લોકો કૃષ્ણ સુધી પહોંચી શકતા નથી?કૃષ્ણ કહે છે, એનું કારણ એ છે કે તેમના મન રાગ અને દ્વેષમાં ડૂબેલા છે.જે વ્યક્તિ તીવ્ર ચાહના રાખે છે અથવા પુષ્કળ ધિક્કાર અનુભવે છે તે મોહના બંધનમાં ફસાઈ જાય છે. જ્યારે આવી વ્યક્તિઓના જીવનમાં મુશ્કેલી આવે છે,દા.ત., પૈસા કે સંબંધને લગતી, તો તેમના મનમાં તે મુશ્કેલી છવાઈ જાય છે.ભગવાન કૃષ્ણ શું છે એ ના જાણવાને લીધે તેઓ મુશ્કેલીને પાર કરી શકતા નથી અને કલાકો,મહિનાઓ કે વર્ષો ચિંતામાં વિતાવે છે.

ભગવાન કૃષ્ણ કહે છે, ‘પરંતુ જેમના પુણ્યો ફળ આપવા માંડે છે તેઓને તેમના તમામ દુખમાંથી મુક્તિ મળે છે અને તેઓ મારા તરફ ખેંચાવા માંડે છે.જેમના પાપ ધોવાતા નથી તેઓ અજ્ઞાન અને ભ્રમણામાં ફસાયેલા રહે છે.’જ્યારે તમે જે પ્રકાશિત છે તે તરફ ચાલવાનું શરૂ કરો છો ત્યારે અજ્ઞાનનો અંધકાર ટકી શકતો નથી.પાપ આપણને આ યાત્રા શરુ કરવા દેતા નથી.આ જ આપણને દુખ,પીડા અને દર્દ લાવી દે છે. પરંતુ જ્યારે તમે સમજો છો કે તમે આ શરીર નથી,પણ શુધ્ધ ચેતના છો,ત્યારે તમારામાં અઢળક હિંમત આવે છે.એક વખત ઈશ્વરમાં શ્રદ્ધા જાગે તો તમારે બીજું કંઈ ખાસ કરવાની જરૂર રહેતી નથી.તમારી શ્રધ્ધામાં સહેજ પણ સંશય ના લાવશો.તો જ એને કહેવાય ઈશ્વરને સાચી રીતે ઓળખવા અને તેના પ્રકાશમાં ડગ માંડવા.કૃષ્ણ બધી જ શક્યતાઓના, માનવીય અને દૈવી બન્નેના દરેક પાસાના સંપૂર્ણ ખીલવાના પ્રતિક છે.જન્માષ્ટમી એ દિવસ છે જ્યારે તમે કૃષ્ણનું વિરાટ સ્વરૂપ યાદ કરો છો અને આ ચેતનામાં ફરીથી તેને જીવો છો.તમારી જે મૂળ પ્રકૃતિ છે તેને તમારા રોજિંદા જીવનમાં અભિવ્યક્ત થવા દો એ કૃષ્ણ જન્મનું ખરું રહસ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com