ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી : શક્તિસિંહ
અમદાવાદ
આજે સવારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા અને કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક એનેક્ષી ખાતે મળી હતી જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કાર્યક્રરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી .ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે તે અંગે ચર્ચા થઈ.રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે.ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયો.ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો ઈન્ડિયા ગઠબંધન કરવાનું છે.ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું.ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી.ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી.કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું પણ જનતાએ કોંગ્રેસને મત મળ્યા.પેટા ચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડી માં કોંગ્રેસ એકલા હાથે લડશે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ‘સંગઠન સર્જન અભિયાન’ શરૂ થઈ ગયું છે.ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકોની નિમણૂક થઈ ચૂકી છે.દરેક જિલ્લા માટે AICC નેતા અને પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. નિરીક્ષકો આગામી તા. ર૩ એપ્રિલ થી ૮ મે સુધી પોતાના સોંપાયેલા જિલ્લાઓની મુલાકાત લઈને સંગઠનાત્મક કાર્યો અને સ્થિતિની સમીક્ષા કરશે.દરેક જિલ્લા માટે એક AICCના સિનિયર નેતા સાથે ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ અને મુખ્ય શહેરોમાં કોંગ્રેસના સંગઠનને વધુ સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ નિરીક્ષકો પોતાના સોંપાયેલા જિલ્લાઓમાં કોંગ્રેસના સંગઠનને જમીની સ્તરે વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરશે.
એઆઇસીસી નિરીક્ષકોને સોંપાઈ જિલ્લાની જવાબદારી
કચ્છ જિલ્લા: નિઝામુદીન કાદરી
સુરેન્દ્રનગર: કુલદીપ રાઠોડ
મોરબી: બી વી શ્રીનિવાસ
રાજકોટ જિલ્લા: હરીશ મીણા
રાજકોટ શહેરઃ ડો બિરલાપ્રસાદ
જામનગર જિલ્લા: સંપતકુમાર
જામનગર શહેરઃ ઇમરાન મસુદ્દ
દ્વારકા: બલરામ નાઈક પોરિકા
પોરબંદર: રાજેશ તિવારી
ગીર સોમનાથઃ બાબુલાલ નાગર
જૂનાગઢ જિલ્લા: ધીરજ ગુર્જર
જૂનાગઢ શહેર: અભિષેક દત્ત
અમરેલી: જગદીશ જાંગીડ
ભાવનગર જિલ્લા: ભજનલાલ જાટવ
ભાવનગર શહેર: પ્રિવરસિઘ
અમદાવાદ જિલ્લા: મણીક્કમ ટાગોર
અમદાવાદ શહેર: બી કે હરિપ્રસાદ
બોટાદઃ અજયકુમાર લલ્લુ
ગાંધીનગર જિલ્લા: આર સી ખૂંટિયા
ગાંધીનગર શહેરઃ ચેલ્લાવામસી ચંદરેડ્ડી
મહેસાણા: નીરજ ડાંગી
પાટણઃ સૂરજ હેગડે
સાંબરકાંઠા: પ્રકાશ જોષી
અરવલ્લી: ડો શિવકુમાર
બનાસકાંઠા: સુખદેવ ભગત
દાહોદઃ અર્જુન બાંભણીયા
પંચમહાલ: બી એમ સંદીપ
મહિસાગર: અમીન કાગઝી
ખેડા: ગિડુગુ રુદ્ર રાજુ
આણંદ: વિજેન્દ્ર સિંઘલા
વડોદરા જિલ્લા: કુલદીપ ઇન્દોરા
વડોદરા શહેર: હરીશ ચૌધરી
છોટા ઉદેપુર: અસલમ શેખ
ભરૂચઃ સંજય દત્ત
નર્મદા: ગિરીશ સોલંકર
સુરત જિલ્લા: મિનાક્ષી નટરાજન
સુરત શહેરઃ બાળાસાહેબ થોરાટ
તાપીઃ કેસી પડવી
નવસારી: પ્રફુલ પાટીલ
વલસાડ: પ્રણીતિ શિંદે
ડાંગ: મનીષા પવાર