દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો

Spread the love

ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકના સુચારૂ આયોજન માટે ટ્રાફિકને લગતા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ દરમિયાન નવી દિલ્હીના પ્રવાસે જનાર નાગરિકોને ટ્રાફિકના કારણે અગવડ ન પડે અને ટ્રાફિકની પરિસ્થિતિ અંગે મદદરૂપ થઇ શકાય તે હેતુથી દિલ્હી પોલીસ દ્વારા ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક શરૂ કર્યુ છે જે https://traffic.delhipolice.gov.in/dtpg20info લિંક પરથી એક્સેસ કરી શકાય છે. આ હેલ્પડેસ્ક ટ્રાફિક સંબંધી તમામ માહિતી પુરી પાડશે.
આ ઉપરાંત દિલ્હી પોલીસ દ્વારા વોટ્સઅપ નંબર ૮૭૫૦૮૭૧૪૯૩ તેમજ ટ્રાફિક હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરવામાં આવ્યો છે જે ૨૪ X ૭ કાર્યરત રહેશે. આ સિવાય દિલ્હીમાં ટ્રાફિકની સ્થિતિ જાણવા મોબાઇલ ફોનમાં વિવિધ નેવીગેશન એપ જેવી કે Mappls Map, MapmyIndia વગેરેનો પણ ઉપયોગ કરી શકાશે.
સોશિયલ મીડિયાના હેન્ડલ https://www.facebook.com/dttraffic, https://www.instagram.com/dtptraffif, https://twitter.com/dtptraffic, પરથી જરૂરી માહિતી મેળવી શકાશે. આ સુવિધાનો દિલ્હીના પ્રવાસે આવનાર મુલાકાતીઓએ ટ્રાફિકમાં અગવડ ન પડે તે માટે મહત્તમ લાભ લેવા દિલ્હી પોલીસ કમિશનરશ્રીની યાદીમાં અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com