ગુડાનાં જુનિયર ટાઉન પ્લાનરનાં સાળાની નજર ચૂકવી રીક્ષા ગેંગ 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી ફરાર

Spread the love

ગાંધીનગરમાં ગુડાનાં જુનિયર ટાઉન પ્લાનરનાં સાળાની નજર ચૂકવી રીક્ષા ગેંગ 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી ફરાર ગયા હતા. આ મામલે અમદાવાદ બહુમાળી ભવન માર્ગ મકાન વિભાગમાં અધિક મદદનીશ ઇજને૨ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ પોતાના ભાઈનો વૈષ્ણોદેવી સર્કલ નજીકથી રીક્ષા ગેંગ મોબાઇલ ફોન ચોરીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ આપતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર – 6 વીરભગતસિંહ નગર બ્લોક નંબર – સી/5, ફ્લેટ નંબર 404 રહેતા મૂળ જુનાગઢનાં વતની શ્રેયાબેન દોશી અમદાવાદ ખાતે વસ્ત્રાપુર બહુમાળી ભવન માર્ગ અને મકાન વિભાગમાં અધિક મદદનીશ ઇજને૨ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ ચિંતન શાહ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) માં જુનિયર ટાઉન પ્લાનર તરીકે નોકરી કરે છે.

માર્ગ મકાન વિભાગનાં અધિક મદદનીશ ઈજનેર શ્રેયાબેનની સાથે રહેતો તેમનો 15 વર્ષીય નાનો ભાઈ દેવ કેતનભાઈ દોશી સોલા ખાતે આરસી પોલીટેકનીકમાં સીવીલ એન્જીનીયરીંગ ડીપ્લોમાંનો અભ્યાસ કરે છે. ગત તારીખ બીજી સપ્ટેમ્બરનાં રોજ દેવ રાબેતા મુજબ સવારે કોલેજ ગયો હતો. બાદમાં મોડી સાંજે શ્રેયાબેનને તેમના પિતા એ ફોન કરીને જાણ કરેલ કે દેવનો મોબાઇલ ચોરાઈ ગયો છે.

બાદમાં ઘરે પરત આવીને દેવે જણાવ્યું હતું કે, કોલેજથી છૂટીને ઘરે આવવા માટે વૈષ્ણોદેવી બ્રીજ નીચેથી ઓટો રીક્ષામાં બેઠો હતો. એ વખતે રિક્ષામાં પાછળની સીટમાં ૩ પેસેન્જ પૈકી 2 પુરુષ તથા 1 સ્ત્રી બેઠી હતી. પાછળ ચાર જણાં બેઠા હોવાથી ત્રણેય પેસેન્જરે પડે છે કહી દેવને થોડા આગળ નિકળીને બેસવા કહ્યું હતું. જેથી દેવ એ મુજબ રિક્ષામાં બેઠો હતો.

ત્યારે રીક્ષા થોડેક દૂર પહોંચતા જ ડ્રાઇવરે ટાયરમાં હવા નથી કહીને દેવને નીચે ઉતારી દીધો હતો. અને ડ્રાઈવર રીક્ષા લઈને અડાલજ તરફ રવાના થઈ ગયો હતો. જેની થોડીક ક્ષણોમાં દેવને માલુમ પડયું હતું કે ખિસ્સામાંથી મોબાઇલ ચોરાઈ ગયો છે. આ મામલે શ્રેયાબેને ઓનલાઈન માધ્યમથી ફરિયાદ કરી હતી. જે અન્વયે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com