રાયસણની ટીપી 19 ના એફપી 368માં બનેલી સોસાયટીમાં 55 મકાન ભાડે આપી દેવાયા

Spread the love

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ(ગુડા)ની ટીમે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતા રાયસણની ટીપી 19 ના એફપી 368માં બનેલી સોસાયટીમાં 55 મકાન ભાડે આપી દેવાયા હોવાનું જણાયું હતું. આ કિસ્સામાં ગુડાના સત્તાધીશોએ પણ કડક વલણ અપનાવીને ટૂંકાગાળામાં જ લાભાર્થીને નોટીસ ફટકારીને ભાડે આપેલ મકાનની મહત્તમ એક સપ્તાહમાં ખાલી કરવા માટે મહોલત અપાશે.

રાજ્યના દરેક નાગરીકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે હેતુસર વિવિધ સ્કીમ પાડીની ગુડા વિસ્તારની ટીપી સ્કીમમાં આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. લાભાર્થીને ફાળવેલા આવાસનો લોક ઈન પીરિયડ 7 થી લઈને 10 વર્ષ સુધીનો હોય છે. સરકારની યોજનામાં સબસિડીનો લાભ લઇને સસ્તામાં મકાન ફાળવાયા હોવાથી આ મકાન ભાડે આપી શકાતા નથી પરંતુ લાભાર્થી પોતે રહેવાને બદલે ભાડૂઆતને આપીને નાણાંકીય લાભ મેળવતાં હોય છે. આ કિસ્સામાં તંત્રએ પણ સપ્રાઈઝ ચેકિંગ કરીને આ પ્રકારે મકાન ભાડે આપવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી ચાલુ કરી છે.

રાયસણમાં જે 55 કિસ્સા બહાર આવ્યા છે તે તમામ મકાનમાલિકોને નોટીસ ફટકારવામાં આવશે અને ભાડૂઆતને ઘર ખાલી કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. હવે જો મકાનમાલિક બીજીવખત મકાન ભાડે આપશે તો મકાન સીલ કરી દેવામાં આવશે અને સીલ ખોલવા માટે 25 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુડાએ મકાનમાલિકો દ્વારા ભાડે આપી દેવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં જ કડક નિયમો અને ઉંચા દંડની જોગવાઇ કરવામાં આવી છે. તે પછી આ પહેલી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ ડ્રાઇવ સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

1બીએચકેની આ સ્કીમમાં મકાન માલિકોએ મહિને 6થી 8 હજારના ભાડેથી મકાન ભાડે આપી દીધા હતા. ગુડાના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમામ‌ 55 લોકોની સામેની નોટિસ તૈયાર થઈ ચૂકી છે અને આગામી 3 દિવસમાં જ જે-તે મૂળ માલિકને અપાશે.

રાયસણમાં આવેલી ગુડાની સોસાયટીમાં કુલ 288 જેટલા આવાસ બનાવવામાં આવ્યા છે. તે પૈકી 55 મકાનોમાં ભાડૂઆત રહેતા હોવાનું બહાર આવ્યું છે ગુડાએ માત્ર ગુડા વિસ્તારના રહેવાસીઓને બદલે સમગ્ર રાજ્યના રહેવાસીઓને મકાન આપવાનો નિર્ણય કર્યો હોવાથી અન્ય જિલ્લા કે શહેરના લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ગુડાના સસ્તા આવાસ મેળવવાનો પ્રયાસ કરશે અને મકાન મેળવી લીધા પછી તેઓ અહીં રહેવાને બદલે ભાડાની આવક મેળવશે.

તંત્ર દ્વારા સવારે 8:30 કલાકે સપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વર્ગ-3 અને વર્ગ -2 સહિતના 15 કર્મચારીઓની ટીમ સ્થળ પર ઉતરીને દરેક બ્લોક મુજબ આવાસોમાં જઈને આવાસોમાં રહેતાં લોકો પાસેથી વિવિધ દસ્તાવેજી પુરાવાની નકલ માંગવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com