અર્થવ્યવસ્થાને પૂરપાટા વેગે દોડાવવા મોદી સરકાર 4 જાહેરાત કરે તેવી શક્યતા

Spread the love

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર પર લાવવા માટે રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે. સરકાર આ મુદ્દે ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. સીએનબીસીને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, મોદી સરકારે ઓટો સહિત 4 સેક્ટર માટે ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે. આના માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેથી ત્રણ બેઠક થઈ ચુકી છે.

1 – આ સેક્ટર્સને મળશે રાહત પેકેજ  ઓટો સેક્ટર સિવાય 4 અન્ય સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. તેમાંથી ફાયનાન્સિયલ સેક્ટર, એમએસએમઈ, રિયલ એસ્ટેટ, બેન્ક અને એનબીએફસી સામેલ છે.

2 – વિદેશી રોકાણકારો માટે શરતો સરળ કરવામાં આવશે – સૂત્રો અનુસાર, ફાયનાન્સિયલ માર્કેટ માટે પણ સરકાર પગલા ભરશે અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સને સરચાર્જમાંથી રાહત આપશે.

– તમને જણાવી દઈએ કે, બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમને વર્ષે 2 કરોડથી વધારે કમાણી કરનાર લોકો પર સરચાર્જ વધારી દીધો છે. વિદેશી રોકાણકારો માટે શરતો સરળ બનાવવામાં આવશે.

3 – બેન્ક અને NBFC પર ખાસ ફોકસ થશે – સૂત્રો અનુસાર, સરકારનું બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ સર્વિસિસ પર ખાસ ફોકસ રહેશે.

– તમને જણાવી દઈએ કે, એનબીએફસી સેક્ટર નાણાકીય મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યું છે. સરકાર આ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આ સિવાય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાઉસિંગ સેક્ટર માટે મોટા પગલા ભરવાની સંભાવના છે.

4 – એમએસએમઈને લઈ મોટી જાહેરાત સંભવ – આ સિવાય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને સરળ શરતો પર લોન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ સાથે જ સરકાર રોજગાર આપનારા સેક્ટર પર ખાસ ફોકસ આપશે. ટુંક સમયમાં રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com