અમદાવાદ
ગત વર્ષ ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીએ ઐતિહાસિક, સૌથી લાંબી પદયાત્રા “ભારત જોડો” યાત્રા યોજી દેશમાં પ્રેમ, ભાઈચારા અને સદ્ભાવનાનુ અનેરૂ વાતાવરણ ઉભુ કર્યું. “ભારત જોડો”યાત્રા ૧૩૬ દિવસમાં ૪૦૮૧ કિ.મી, ૧૨ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશ, ૭૫ જીલ્લા અને ૭૬ લોકસભા ક્ષેત્રમાં પસાર થઈ લાખો લોકોના જીવનને પ્રભાવિત કરે તેવો સંદેશ અસરકારકતાથી સ્થાપિત કર્યો. જેને દેશની રાજનીતિમાં પણ બહુ મોટા બદલાવની ભૂમિકા ભજવી હતી.
ભારત જોડો યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભારત જોડો યાત્રા સંવાદ – બાઈક રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ધારાસભ્યશ્રી ડૉ તુષાર ચૌધરી ઉપપ્રમુખ શ્રી બિમલ શાહ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા શ્રી મનીષ દોશી અને આગેવાનશ્રીઓની ઉપસ્થિતીમાં મોતીપુરા સર્કલ હિંમતનગર ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી ત્યાર બાદ સાંજે– બસ સ્ટેશન થી પદયાત્રા યોજવામાં આવી તથા સિવિલ સર્કલ ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે ‘ભારત જોડો યાત્રા′ સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યાંમાં આગેવાન અને કાર્યકર્તાઓ ભાગ લીધો હતો.