રાજકારણમાં કશું નવાજૂની નથી હોતી, રોજબરોજ નવા નવી આવતી હોય અને આજની તું તું મેં પણ કાલની વ્હાલીમાં ફેરવાઈ જાય ,ત્યારે હમણાં પાંચ વર્ષમાં કોંગ્રેસના એમએલએ, ફલાણા એમએલએ ભાજપમાં જોડાયા ,તેવું સાંભળવા મળ્યું છે ,ત્યારે ખાનગી નોકરી કરતા કોંગ્રેસના MLAને ત્યાંથી નોકરી છોડીને ભાજપના એમએલએ ને ત્યાં નોકરી લાગતા શહેરમાં ચર્ચા જગાવી છે.
દરેક નાગરિક પોતાના નિર્ણય ઉપર સ્વતંત્ર છે, અને આજે બેરોજગારીએ માઝા મૂકી છે ,ત્યારે ઘણીવાર નોકરીમાં પગાર ,દૂર પડતું હોય ,કામ વધારે આવી ઘણી કર્મચારીની માંગણી હોય એટલે ગમે ત્યારે ગમે તે કર્મચારી પોતે નિર્ણય લેવામાં સ્વતંત્ર છે, ત્યારે કોંગ્રેસના એમએલએ ને ત્યાં પી.એ તરીકે નોકરી કરતા પીએ દ્વારા ભાજપના એમએલએ ને ત્યાં નોકરી લાગી જતા રમુજ ફેલાઈ હતી, ત્યારે ઘણા સમયથી કોંગ્રેસના એમ.એલ.એ ભાજપમાં જોડાયા તેવી અખબારોમાં વાંચવા મળ્યું હશે ,પણ હવે કોંગ્રેસના એમએલએ ને ત્યાંથી નોકરી છોડી વંડી ઠેકીને ભાજપના એમએલએની વંડી માં નોકરીએ લાગી ગયા, ત્યારે જોવા જઈએ તો કોંગ્રેસના એમ.એલ.એ પણ પાવરફુલ છે, પગાર ભથ્થાથી લઈને કોઈ કમી રાખે તેવા નથી, ત્યારે કદાચ દૂર પડતું હોય કે પછી અન્ય કોઈ કારણ હોય ,પણ હા ,કોંગ્રેસના એમએલને ત્યાંથી વંડી ઠેકી ભાજપના એમએલએ ની વંડીમાં ગયા, તે હકીકત છે ,બાકી કામ તો બધે કરવાનું જ છે, ત્યારે સબ ચલતા હૈ ,સાંસદ ,એમએલએ, નેતાઓ પક્ષ પલ્ટો કરે તો લોકો ચર્ચા કરીને વાંધો નહીં, ત્યારે PA કોંગ્રેસના એમએલએ ને ત્યાંથી બીજેપીના એમએલએ ને ત્યાં જાય તો શું વાંધો, નોકરી છે, ગમે ત્યાં કરવી પડે