Spread the love

જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ગુજરાતમાં ખૂફિયા જુગારના અડ્ડા ધમધમતા થાય છે. પરંતુ હવે અમદાવાદમાં હાઈપ્રોફાઈલ જુગાર રમાતા થયા છે. જેમાં જુગારીઓને હાઈપ્રોફાઈલ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદની સેટેલાઇટ પોલીસે ફેમસ માન રેસિડન્સી હોટેલમાં ચાલતો જુગાર પકડ્યો છે. હોટલના રૂમમાં દારૂની મહેફિલ માણતા ત્રણ નબીરા અને જુગાર રમતા 9 જુગારીઓને સેટેલાઈટ પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં નિવૃત્ત ડીજીપીનો પુત્ર પણ જુગાર રમતો ઝડપાયો છે. માન હોટલમાં પડેલી રેડમાં નિવૃત્ત આઇપીએસ હેમરાજ ગાહેલોતનો પુત્ર પિયુશ જુગાર રમતો ઝડપાયો છે.પ્રજ્ઞેશ મહેશભાઇ ગાંધી, સંજીવ નંદલાલ પુરોહીત, ઇશાન મનોજભાઇ ઠક્કર, જીતેન્દ્ર નટવરલાલ વાઘેલા, મહાદેવ મનીષભાઇ ભાનુશાળી, અંકુર હરીપ્રસાદ ખેતાન, અમિત વિજયભાઇ મીતલ, પિયુષ હેમરાજભાઇ ગેહલોત, પરાગ મહેશભાઇ ઇનામદાર પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ પોલીસે શહેરમાં ઠેર ઠેર રમાતા જુગારધામ પર લાલ આંખ કરી છે. પોલીસે સપાટો બોલાવીને રેડ પાડી છે. જેમાં સેટેલાઈટની માન રેસિડન્સીમાં રમાતો હાઈપ્રોફાઈલ જુગાર સેટેલાઈટ પોલીસે પકડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, માન રેસીડન્સીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં છે. જેના આધારે રેડ પાડવામાં આવી હતી. માન હોટલના એક રૂમમાં જુગાર રમાતો હતો. રૂમમાંથી પોલીસે મોંઘી દારૂની બોટલ સાથે 9 જુગારીઓની ધરપકડ કરી હતી. તો જુગારીઓ પાસેથી 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ આરોપીઓ રૂપિયાથી તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. જુગાર રમાતા પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી પિયુષ ગેહલોત નિવૃત્ત આઈપીએસનો પુત્ર છે. આ હાઇ પ્રોફાઇલ રેડમાં પોલીસે કામગીરી કરતા IPS અધિકારીઓમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. અમદાવાદ પોલીસ કમિશનરના આકરા વલણથી શહેરમાં ગુનેગારો અને ગેરકાયદે ગતિવિધિ કરતા પોલીસ કર્મીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com