રાજ્યમાં ગાયોને લંપી નામનો વાઇરસ રોગ ફેલાયો, પણ સારું કે માનવજાતને આ વાયરસ લાગ્યો નથી ,પછી કોરોના માનવને આવ્યો તે પશુ ,પક્ષીઓને લાગ્યો નથી ,ત્યારે પશુઓમાં હરણને ટીબી થતાં અને જંગલ ખાતામાં નોકરી કરતા એક કર્મચારીને ટીબી પોઝિટિવ આવતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે ઇન્દ્રોડા પાર્કમાં ઘણા હરણને ટીબીનો રોગ છે ,આ ચેપી રોગ હોવાથી માણસમાં પણ ફેલાઈ શકે છે ,ત્યારે આનો ચેપ એક કર્મચારીને લગતા કર્મચારી ટીબી પોઝિટીવ આવતા અનેક કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે હરણ કે પ્રાણીઓને થયેલ ટીબી માનવ જાતને ચેપ લાગે છે કે કેમ ? તે પ્રશ્ન પણ ચર્ચાએ છે.