અમદાવાદમા આવેલી કર્ણાવતી ક્લબના ” વિ વુમન એમ્પાવરમેન્ટ ” કમિટીના ચેરપર્સન હિતા એન જી પટેલે એક નવી પહેલ કરી હતી. જેમાં કર્ણાવતી ક્લબ ખાતે 1000થી વધુ મહિલાઓ માટે “વી વુમન એમ્પાવરમેન્ટ “કમિટીના સહયોગથી ભારત અને ગુજરાતની સૌથી મોટી મહિલા બમ્પર હાઉસીનું આયોજન કર્યું હતું. જેમાં કર્ણાવતી ક્લબના મહિલા મેમ્બર માટે માત્ર 200 રૂપિયા એન્ટ્રી ફી અને અન્ય મહિલા માટે 350 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી હતી.
આ બમ્પર હાઉસીની આશરે કિમત 1 કરોડથી વધુ થઈ હતી. અને આ હાઉસીમાં ચાર રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા જેમાં વિજેતા મહિલાઓને અલગ અલગ ગિફ્ટ અને રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર દરેક મહિલાઓ માટે 9000 થી વધુ કિંમતની ગુડીબેગ પણ રાખવામા આવી હતી. તેનાથી વધુ આ હાઉસીને આ રેકોર્ડ સાથે ” ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ” માં સ્થાન મળ્યું છે. અને એક નવો વિક્રમ સર્જાયો છે.
આ હાઉસીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ” લાર્જેસ્ટ તંબોલા (હાઉસી) ઇવેન્ટ ફોર ફિમેલ્સ” માં સ્થાન આપવામાં આવ્યું છે. આ સ્થાન મળવા પાછળનો શ્રેય કર્ણાવતી ક્લબના વુમન એંપાવરમેન્ટ કમિટીના ચેરપર્સન હિતા એન જી પટેલ, મૉડરેટર સુનિતા ચૌહાણ અને સીમા મંડોરા,પ્રેસિડેન્ટ દુર્ગેશ બુચ તેમજ તમામ કમિટી મેમ્બરને ફાળે જાય છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના નિરીક્ષક દુષ્યંત ચતુર્વેદીએ હિતા એન જી પટેલને મેડલ અને સન્માન પત્ર આપ્યો હતો.