આરોપી નરેશ ઉર્ફે ગોપી મફતલાલ ઉકાભાઇ પરમાર
અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચે અમદાવાદ એ અમદાવાદ શહેરમાં નાસતા-ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓને પકડવા અને એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચના લગતા હેડની કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. અમદાવાદના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.આર.બાંગા તેમની ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે સાબરમતી મઘ્યસ્થ જેલ અમદાવાદ શહેર નો પાકા કામના કેદી નં.ડ/૧૬૦૦૦ નામે નરેશ ઉર્ફે ગોપી મફતલાલ ઉકાભાઇ પરમાર ઉ.વ.૪૦ રહેવાસી મંગલપ્રભાત સોસા. રાધેશ્યામ ચાલી, ક્રુષ્ણનગર સામે, સરસપુર, અમદાવાદ શહેર નાને ઝડપી લેવામાં આવેલ. સદરીની પુછપરછ કરી તપાસ કરતા સદરી કેદીને તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ વચગાળાના જામીન ઉપર છુટેલ અને તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ પરત સાબરમતી મઘ્યસ્થ જેલ અમદાવાદ શહેર ખાતે હાજર થવાનું હોય પરંતુ સદરી આરોપીએ તેમ નહી કરી ફરાર થયેલાની હકીકત જણાઇ આવેલ જેથી સદરીને તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ પકડી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ શહેર ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી કમર્ચારીઓ
(૧) પો.સ.ઇ. પી.આર.બાંગા
(૨) એ.એસ.આઇ જગદીશભાઈ ભાઈલાલભાઈ
(૩) હે.કો.ગજેન્દ્રસિંહ ઈસરાસિંહ (બાતમી)
(૪) હે.કો. વિજયસિંહ રજુજી (બાતમી)