રોડ ઉપ્પર બેઠેલ ગાય સાથે બાઈક અથડાતાં યુવાનનું મૃત્યુ, વાચો ક્યાં ??

Spread the love

કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં બળીયા દેવના મંદિર સામેના રોડ ઉપર બેઠેલ ગાય સાથે બાઇક અથડાતાં યુવક ઉછળીને જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું ઘટનાસ્થળે અકાળે મોત નિપજતા સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રખડતા ઢોરના કારણે છાસવારે અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા છતાં કોઈ નક્કર પોલીસીનાં અભાવે જાહેર માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. ત્યારે કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં રોડ પર બેઠેલ ગાય સાથે સર્જાયેલા અકસ્માતમાં સાણંદનાં યુવાનને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

કલોલ તાલુકાના રણછોડપુરા ગામમાં મહાદેવ વાળો વાસમાં રહેતા સુરેશજી લક્ષ્મણજી ઠાકોર ગઈકાલે રાત્રે ઘરે હાજર હતા. એ વખતે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ગામના સરપંચ ભરતજીએ ફોન કરીને કહ્યું હતું કે, તારા કાકાનાં દીકરા રાજુ સોમાજી ઠાકોરને (રહે. સાણંદ) નામ્મેદ ગામના ડાભલા પરા ખાતે ગાય સાથે એકસીડન્ટ થયેલ છે.

આ બનાવની જાણ થતાં જ સુરેશ અને સરપંચના ભાઈ દશરથજી બાઈક લઈને અકસ્માત સ્થળે જવા રવાના થયા હતા. અને ડાભલા ચોકડીએ પહોંચતા સામે પોલીસની ગાડી મળતા સુરેશે હાથ ઊંચો કરી પોલીસની ગાડી ઉભી રખાવેલ હતી. આથી પોલીસે કહ્યું હતું કે, ડાભલા પરામાં બળીયાદેવના મંદિરની આગળ રોડ ઉપર એક બાઈક વાળો ભાઈ રોડ ઉપર બેઠેલ ગાય સાથે અથડાઈ જતા રોડ ઉપર પટકાંતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ છે અને નાક તેમજ કાનમાંથી લોહી નીકળેલ છે.

જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. જેથી સુરેશ સહિતના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રાજુને મૃત જાહેર કરેલો હતો. આ અંગે સુરેશની ફરીયાદના આધારે સાંતેજ પોલીસે મૃતક પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારીને ગાય સાથે અથડાવી દઈ પોતાનું મોતને ભેટયો હોવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકનાં પિતાને અસ્થિર મગજની બીમારી છે. અને મરણ જનાર રાજુ નાનપણથી તેના મોસાળ ગરોડિયા ગામે રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com