સામાન્ય રીતે આજના સ્પર્ધાત્મ્ક જમાના માં, લોકો તેમના ધંધાને આગળ વધારવા માટે અવનવા ઉપાય કરતા રહે છે. અને કોઈ ને કોઈ ખાસ ઉપાય અપનાવી ને ગ્રાહકો ને લોભાવતા હોય છે. હા, રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો પણ તેને આગળ વધારવા માટે લોકોનું તેમના તરફ આકર્ષણ બની રહે છે. આ માટે તેઓ આકર્ષક ટેકનિક અજમાવતા રહે છે.
આવી જ એક ટેકનિક ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળવાની છે. જે આજકાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. હા, આ ટેકનિક એવી છે, જેને જોવા માટે લોકોની આપમેળે ભીડ ભેગી થઈ જાય છે. આ સાથે અમુક મીડિયા વાળા લોકો પણ તેમને ફ્રી માં કવરેજ આપે છે. જેના લીધે તેમના ધંધામાં પણ બમણો ફાયદો થાય છે.
શરૂઆતમાં સૌ પ્રથમ ઇલાહાબાદના એક વ્યક્તિએ આ ટેકનિક અપનાવીને ધંધો વધાર્યો હતો. હવે દિલ્લીમાં ને પછી નોઇડામાં પછી અમદાવાદમાં પછી સુરતમાં પછી ઈન્દોરમાં, અને હવે તો ઘણા બધા હોટલના માલિક આ ટેકનીક અપનાવીને પોતાનો ધંધો વધારી રહ્યા છે.
પંરતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આના પાછળ, ના કોઈ જાદુ છે ના કોઈ દૈવીય શક્તિ…, હા, તેની પાછળ ફક્ત એક વિજ્ઞાન જોડાયેલ છે. જેને અપનાવીને તમે પણ આ ટેકનિક આસાનીથી કરી શકો છો. ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા બહાર કાઢવાની ટેકનિક ને leidenfrost ટેકનીક કહે છે. જેને અપનાવીને તમે પણ મુશ્કેલી વિના આ ઉપાય અપનાવી શકો છો.
હકીકતમાં આ ઉપાય કરતા પહેલા હાથને ઠંડા પાણીમાં ડુબાવવા માં આવે છે. જેના પછી તેને ગરમ તેલમાં નાખતા તે હાથની આજુબાજુના ગરમ તેલને વરાળમાં પરિવર્તિત કરી દે છે. જે વરાળ આજુબાજુ રહેલા તેલને હાથના સંપર્કમાં આવવા દેતી નથી. જેના લીધે વ્યક્તિને નુકસાન થતું નથી. જોકે અમુક સમય થવા પર હાથને તેલની બહાર કાઢી લેવો જોઈએ.