મોરક્કોમાં શુક્રવારે રાતે આવેલા ભીષણ ભૂકંપમાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા બે હજારથી વધારે હોવાનું કહેવાય છે.તો વળી હજારો લોકો ઘાયલ પણ થયા છે. મોરક્કોના ગૃહમંત્રાલય પાસેથી મળેલી જાણકારી અનુસાર, ભૂકંપમાં મરનારા લોકોની સંખ્યા 2012 અને ઘાયલોની સંખ્યા 2059 છે. મોરક્કોની સરકારે ભૂકંપથી થયેલી તબાહીને જોતા ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. આ ક્ષેત્રમાં 1960 બાદ આવેલો સૌથી વિનાશકારી ભૂકંપ છે.
યૂએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, મોરક્કોમાં શુક્રવારની રાતે 11 વાગ્યેની 11 મિનિટ પર ભૂકંપના ઝટકા આવ્યા હતા. તેની ઊંડાઈ 18.5 કિમી હતી. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી લગભગ 70 કિમી દક્ષિણ પશ્ચિમમાં અલ હૌઝ પ્રાંતના ઇધિલ શહેરની નજીક હતું. સૌથી વધારે નુકસાન ભૂકંપના કેન્દ્ર બિન્દુની નજીક આવેલા મરાકશ શહેરમાં થયું છે. જ્યાં મોટા ભાગની ઈમારતો પડી ગઈ છે. ભૂકંપના સમયે લોકો ઘરમાં સુઈ રહ્યા હતા. એટલા માટે મરનારા લોકોની સંખ્યા વધી છે. બરબાદ થયેલી ઈમારતોમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.
તો વળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી 20 બેઠકના પ્રથમ દિવસે મોરક્કોમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આફ્રિકી દેશને સમગ્ર મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારત આ મુશ્કેલના સમયમાં મોરક્કોની દરેક સંભવ મદદ માટે તૈયાર છે. ત્યાંની સરકાર સાથે ટૂંક સમયમાં સંપર્ક કરીને રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે.