ડુપ્લીકેટ શેમ્પૂનો ટેમ્પો ભરાય એટલો રોમિયો રેમ્પો જુવો, બ્રાન્ડેડ નાં નામે વેપલો

Spread the love

દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ સાથે આગ્રાના 8 ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે કંપનીના સિનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ફરિયાદના આધારે કસ્બામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જ કેમિકલનો બેરેલ, નમક, તેમજ બ્રાન્ડેડ કંપનીની શેમ્પુની ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે રુપિયા 2.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દાહોદ નજીક નેશનલ હાઈ-વે રોડથી કસ્બા તરફ આવતાં રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ગેંગનો દાહોદ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના આઠ જેટલા એક ચોક્કસ કોમના યુવકોને દાહોદ પોલિસે ઓચિતો છાપા મારી પકડી પાડયો છે. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી રૂા. 2,20,818 ના મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

દાહોદ સ્મશાન ઘાટ ખાતે રહેતા કુલ 8 જેટલા યુવાનો દાહોદ શહેરમાં દાહોદ નજીક નેશનલ હાઈવે રોડથી કસ્બા તરફ આવતા રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે પોતાના આર્થિક ફાયદા માટે હિન્દુસ્તાન લીવર પ્રા. લીમીટેડ કંપનીના કલીનીક પ્લસ, સનસીલ્ક જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેંચતા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ કંપનીના જવાબદાર અધિકારીઓને બાતમી મળતા તે કંપનીના મથુરા જિલ્લા અજીત પટ્ટી મગૌરા ગામે રહેતા નરેન્દ્રસિંગ મહાવીરસિંગ કુંત્તલ નામના કર્મચારી દાહોદ ખાતે આવી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસનો સંપર્ક કર્યો હતો.

પોલીસની ટીમને સાથે લઈ દાહોદ હાઈ-વેથી સ્મશાન તરફ આવતાં રોડ પર આવેલ ઈદરીશ ઈસ્માઈલ પાટુકના પ્રથમ માળે ઓચિંતો છાપો મારી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી વેંચનાર ઉપરોક્ત આઠ જણાને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ, 7 જેટલા મોબાઈલ ફોન, નમકની થેલીઓ નંગ-22 તથા હોટ ગન વગેરે મળી રૂા. 2,20,818નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલ આઠે જણા વિરૂધ્ધ કોપી રાઈટ કલમ 51, 63 ઈપિકો કલમ 420, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ઉત્તર પ્રદેશ આગ્રાના આઠ જેટલા ઇસમોને દાહોદ પોલીસે ઝડપી લીધો છે. કંપનીના એજ્યુકેટીવના જણાવ્યા અનુસાર આ ડુબલીકેટ ફેક્ટરી ચલાવનાર કંપનીનો માલિક આગરા જિલ્લાના ઇસ્લામ નગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ડુપ્લીકેટ કેમિકલ તેમજ પાણી તથા ચિકાસ માટે નમક નાખી ડુબલીકેટ શેમ્પૂ બનાવતી મીની ફેક્ટરી દાહોદમાંથી ઝડપાઈ છે. આ મીની ફેક્ટરી આગ્રાના ઇસ્લામ નગરથી સંચાલન થઇ રહ્યું હતું. જેમાં પકડાયેલા ચોક્કસ કોમના આઠ જેટલા ઈસમો ડુબલીકેટ શેમ્પુ બનાવવાના સંસાધનો સાથે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભ્રમણ કરી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલ દિલ્હી ખાતેથી લાવી ઊંચા ભાવની ઓરીજનલ બોટલમાં નકલી શેમ્પૂ ભરી તદ્દન નજીવા ભાવે વેચી મારતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કંપનીના એજ્યુકેટીવના જણાવ્યા અનુસાર આ નકલી માલ બનાવનાર ઈસમો પાછળ અમે આગ્રાથી લાગ્યા હતા. આગે ગુજરાતના અમદાવાદ, ગાંધીધામ અંજાર અને ત્યારબાદ દાહોદ આમ જુદા જુદા શહેરોમાં નકલી માલ વેચી માન્ય શહેર તરફ પ્રયાણ કરી જતું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com