દેશમાં ભેળસેળે ભારે માઝા મૂકી છે. દરેક ચીજવસ્તુઓ પેકીંગવળી હોય તો પણ ભેળસેળ કરવામાં કાયદા, નિયમોનું કોઈજ દર ન હોય તેમ દે ધના ધન ભેળસેળમાં હવે મોટા માથાઓ પણ નોટો છાપવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતની મહેસાણા સ્થિત દૂધ સાગર ડેરી, (મહેસાણા જિલ્લા દૂધ સહકારી ફેડરેશન લિ.) એ શુક્રવારે તેના મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને રાજ્ય સરકારને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. અમૂલ, સાગર અને અન્ય બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવતુ 600 મેટ્રિક ટને નકલી ઘી પકડાતા સરકાર ડેરી બોર્ડ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સહકારી મંડળીના રાજ્ય રજિસ્ટ્રાર તમામ જવાબદાર સામે તપાસ અને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે દૂધસાગર દ્વારા બનાવવામાં આવેલ 600 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઈલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર દ્વારા પાક કરવામાં આવેલ 113 બેચમાં 16% પામ ઓઈલ ભેળસેળ કરાયાનું જાણવા મળ્યું છે.
વધુ 522 મેટ્રિક ટન ઘી ડેરી ગોડાઉનમાં છે તેના નમૂના લઈને તેની પણ તપાસ કરવામાં આવશે. જો તેમાં પણ ભેળસેળ જણાય તો તેને દૂધસાગર ડેરીમાં પાછું મોકલવામાં આવશે અને તેના નુકસાન માટે ચાર્જ કરવામાં આવશે.
સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર ડી પી દેસાઈએ આદેશમાં જણાવ્યું હતું કે દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ બેદરકારીને સ્પષ્ટ કેસ અને ડિરેક્ટર મંડળે તેમને સસ્પેન્ડ કરવા જણાવ્યું છે કારણ કે તપાસ દરમિયાન તે કામ ચાલુ રાખી શકે નહિ. અધિકારીએ જણાવ્યું કે તપાસ ચાલુ હોવા છતાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન(FDCA)એ પણ આ સમગ્ર રેકેટમાં સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.