આજે મ્યુનિ. ખાતે ભાજપના કોર્પોરેટરોની બેઠક બોલાવાઇ હતી જેમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતાના નામની જાહેરાત વર્તમાન મેયરની ઉપસ્થિતિમાં ભાજપના કોર્પોરેટરોએ મેયરની નિમણૂક કરી હતી.જેમાં
AMC મેયર પ્રતિભા જૈન ,સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મેયર જતિન પટેલ તેમજ શાસક પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિની જાહેરાત
કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડની બેઠક મળી હતી.
અમદાવાદ અને વડોદરાને આજે નવાં મહિલા મેયર મળ્યાં છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલતા હતા. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણી પર મહોર લગાવવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે મેયર તરીકે શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલને જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિને મૂકવામાં આવ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે પિંકીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદના મેયરનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામ અંગે સ્થાનિક સ્તરે નિર્ણય નહીં લેવાતા સોમવારે સવારે નામની જાહેરાત કરવામાં આવી હતી. મહિલા મેયરપદે પ્રતિભા જૈન અને શીતલ ડાગાનાં નામો ચર્ચામાં હતા.
કોર્પોરેશનના મેયર પદે ત્રણ મહિલા ઉમેદવારો મેદાનમાં હતા.