આરોપી પ્રદિપભાઇ શ્રીરામ લાડે
અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડના માર્ગદર્શન આધારે સ્કોડ-૦૫ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી હકિકત આધારે નરોડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૫૨૩૧૩૩૧/૨૦૨૩ ધી ઇ.પે.કો. કલમ- ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી પ્રદિપભાઇ શ્રીરામ લાડે ઉ.વ.૫૮, ધંધો.વેપાર, રહે. સી/૧, મનોહર કુંજ સોસાયટી, ધીરજ હાઉસીંગ પાછળ, ખોખરા, અમદાવાદ શહેર નાઓને તા.૧૧/૦૯/૨૦૨૩ ના કલાક ૧૨/૧૫ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ તથા કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. શ્રી જે.વી.રાઠોડ (માર્ગદર્શન)
(૨) પો.સ.ઇ.શ્રી. ઝેડ.એસ.શેખ (સુચના)
(૩) મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ પિથુજી
(૪) હે.કો. હરપાલસિંહ પવનસંગ
(૫) પો.કો. કિરણસિંહ પ્રવિણસિંહ
(૬) પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ (બાતમી) (૭) પો.કો. ભરતસિંહ ભુપતસિંહ (બાતમી)