અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તથા શ્રી એન.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેકટર નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે સ્કોડ-૦૩ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના દેવગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૮૦/૨૦૨૨ ઇપીકો કલમ ૩૨૮,૩૯૧,૩૪ તથા કુડાલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-૦૧૪૫/૨૦૨૨ ઇ.પી.કો- ૩૨૮,૩૯૧,૩૪ મુજબના ગુનાઓમાં નાસતા ફરતી આરોપી બહેન કનક ડાહ્યાભાઇ પટેલ ઉ.વ-રર ધંધો-નોકરી રહે- ગુજરાત હાઉસીંગ બોર્ડ,હનુમાનજી ના મંદિર પાછળ, ઘંટી બસ સ્ટેન્ડની પાસે, ભીડ ભંજન ચાર રસ્તા, બાપુનગર અમદાવાદ શહેર મૂળ વતન-ગામ-નાજાપુર તા.જી.અમરેલી નાનીને તા.૧૧/૦૯/૨૦૨૩ ના કલાક ૧૫/૧૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના દેવગઢ/ કુડાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
1. પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ગામીત
2. શ્રી જે.બી.દેસાઇ, આસી. પોલીસ સબ ઇન્સપેક્ટર
3. હે.કો. વિજેન્દ્ર ભવરલાલ
4. હે.કો. પ્રઘ્યમનસિંહ છત્રસિંહ
5. હે.કો. બાબુભાઇ અમથાભાઇ
6. હે.કો કલ્પેશભાઇ રણછોડભાઇ
7. પો.કો પરેશભાઇ વાલજીભાઇ