કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ નોકરી, ધંધો ગુમાવી મૂક્યો છે. ત્યારે શહેરોની સ્થિતિમાં હાલ મહારાષ્ટ્રની હાલત ખુબજ નાજુક છે. ત્યારે શહેરમાં રહેતા અનેક લોકોએ પોતાની માંગણી સરકાર સમાક્ષ રજૂ કરી છે. ત્યારે સરકાર રાજયમાં ધીમે-ધીમે બધા ઉદ્યોગો શરૂ કરી રહી છે. તેમ છતાં, અસંગઠિત ક્ષેત્રની કામદાર, જેમાં મુખ્યત્વે ઘરનોકરાણી સમાવેશ થાય છે, તેને કોવિડ-19ની મહામારીને કારણે સૌથી વધુ સહન કરવું પડ્યું છે. કોવિડ-19ની મહામારીને પગલે તેમના માલિકોએ તેમને કામ પર પાછા બોલાવવા ના પાડી દીધી હોવા ઉપરાંત સરકાર તરફથી કામ પર પાછા ફરવા માટેના યોગ્ય માર્ગદર્શનના અભાવે રાજ્યના સ્થાનિક કામદારો પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યા છે, જેમાં કોવિડ-19 ની મહામારી નો ભય રહે ત્યાં સુધી સરકાર પાસે મહિને ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી છે. કોરોનાની મહામારીને કારણે મોટાભાગના ઘરનોકર એપ્રિલ મહિનાથી પોતાના રોજગાર ગુમાવ્યો છે.
લગભગ ર૫ ટકાને કામ પરથી છુટા કરવામાં આવ્યા છે, ઘરનોકરાણી વ્યથા વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં રાષ્ટ્રીય ઘરેલુ કામગાર ચળવળના કો-ઑર્ડિનેટર દ્યાર્નશ પાટિલે કહ્યું હતું કે ‘રૅશનલ ડોમેસ્ટિક વર્કર્સ વેલ્ફેર ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર રાજ્ય ઘરકામગાર યુનિયન નામના અને સંગઠિત યુનિયને રાજ્યના ડોમેસ્ટિક વર્કર્સ વેલ્ફેર બોર્ડના ડેવલપમેન્ટ કમિશનર સમક્ષ ઘરનો કરોને સપોર્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમને હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.’