ગુજરાતમાં નવરાત્રિનું ખુબજ મહત્વ છે. ત્યારે રાજયમાં 4 માહિનામાં દરેક મંદિરો, થીએટરો, ફરવાના સ્થળો અને દરેક તહેવારો ઉપર ઉજવણી પણ કોરોના વાયરસના કારણે બંધ છે. ત્યારે શિક્ષણની શાળાઓ પણ બંધ હોવા છતાં કમાઈ લેવાના આશય થી વેપલો ગરબા ના આયોજકો એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને ગરબાનું આયોજન કરવા અંગે રજૂઆત કરવા પહોચ્યા હતા. આજરોજ ગાંધીનગર ખાતે અમદાવાદ અને ગાંધીનગર શહેરના ગરબાના આયોજકો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગરબાનું આયોજન કરવા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા ગરબાનું આયોજકોની માંગ હતી કે તેમને મર્યાદિત લોકો સાથે નાના ગ્રાઉન્ડમાં ગરબા કરવાની છૂટ આપવામાં આવે પરંતુ આ વાત કરવા ગયેલા આયોજકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ઉધડા લીધા હતા, આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આયોજકોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે 30 ઓગસ્ટ સુધી કોઈ જ પ્રકારના આયોજન શક્ય જ નથી સીએમે આ સાથે છે એમ પણ કહ્યું છે કે 30 ઓગસ્ટ પછી પણ કોરોના ની સ્થિતિ રાજ્યમાં શું છે તે જોઈને નવરાત્રી અંગે નિર્ણય લેવામાં આવશે આ વર્ષે માર્ચ મહિનાથી અનેક તહેવારો ઉજવણી રદ કરવામાં આવી છે તેમાં અત્યારથી નવરાત્રી અંગે કોઇ નિર્ણય ન લઈ શકાય. ત્યારે ગાંધીનગર ખાતે અમદાવાદ અને ગાંધીનગર નું ડિસ્ટન્સ ના કારણે આજે ગાંધીનગરમાં 1500 કેશ ટચ થવાની તૈયારીમાં છે. ત્યારે ગરબા આયોજકોને પ્રજાના આરોગ્ય કરતાં કમાણી કરવા વેપલો ગરબા ની અત્યાર થી કાર્યવાહી સરુ કરી દીધી છે. ત્યારે રોજના હજારો કેશ અને કોરોનાના કારણે મૃત્યુ આંક પણ વધતો જાય છે. ત્યારે હવે કોરોનાની મહામારીમાં ડિસ્ટન્સ થી લઈને માસ્ક આ બધુ આયોજન કરવું અશક્ય છે.