કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારની આવકમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે આમદની અઠાની ખર્ચા રૂપિયા જેવા ઘાટ સર્જાયો છે. ત્યારે દરેક વિભાગોમાં ખર્ચ ઉપર કાપ મૂકવા પણ રાજ્ય સરકારે સુચના આપી છે. ત્યારે બીજા રાજ્યો કરતાં દરેક રાજ્યના કર્મચારીઓના પગારમાં ૨૦% થી લઈને ૪૦% પગાર કાપ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારે કોઈ જ કાપકૂપ કરેલ નથી. ત્યારે ST પહેલાથી જ નુકસાનમાં હતી, અને હાલ 4 મહિનાથી ST માંડ ૨૫% પણ નથી ચાલતી. ત્યારે નુકશાનીમાં પણ હાલ તંત્ર ચાલતું હોવા છતાં પગાર સમયસર ચુકવેલ છે, ત્યારે રાજ્ય સરકારે જે વિભાગોને બજેટમાં કાપ મૂક્યો છે, તેમાં માર્ગ અને મકાન વિભાગના બજેટમાં સૌથી વધુ રૂ. 705 કરોડનો ઘટાડો થયો છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં રૂ. 600 કરોડ, ઉદ્યોગમાં રૂ. 542 કરોડ, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ માં 504 કરોડ અને ગૃહ વિભાગની બજેટ ફાળવણીમાં પણ રૂ.500 કરોડનો કાપ મુકાયો હતો. નર્મદા વિભાગમાં રૂ. 500 કરોડ, જળ સંપત્તિમાં રૂ.471 કરોડ, પંચાયતમાં રૂ.332 કરોડ તથા સામાજિક ન્યાય વિભાગની બજેટ ફાળવણીમાં રૂ. 200 કરોડનો કાપ મૂક્યો છે. સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના આપી હતી.
ગુજરાત સરકાર ની નાણાકીય સ્થિતિ અંગેની ચર્ચા બાદ રાજ્યના વિકાસના કામોમાં બ્રેક લગાવવી પડે તેવી શક્યતા છે તે સંજોગોમાં રાજ્ય સરકાર વિવિધ વિભાગો સાથે બજેટના કામો-ફાળવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને તેમાં ફાળવણી ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કારણે ટેક્સની આવક બંધ થઈ જતાં અને આરોગ્ય સહિતના ક્ષેત્રે ખર્ચમાં મોટો વધારો થયો છે, ત્યારે વિવિધ વિભાગ અંદાજપત્રીય માંગની સમીક્ષા કરીને શક્ય એટલો ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં આવી હતી. સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત બજેટ ફાળવણીમાં 6305 કરોડનો ઘટાડો કર્યો છે, સામાન્ય રીતે બજેટ ફાળવણી સમીક્ષા ડિસેમ્બર મહિનામાં શરૂ થતી હોય છે અને ફેબ્રુઆરી સુધીમાં અંતિમ સ્વરૂપ અપાય છે. આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છે કે નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ સમીક્ષા થઈ છે. લોકડાઉનના સમયગાળામાં મોટાભાગના વિભાગોએ કોઈ ખર્ચ કર્યો ન હતો એટલે દેખીતી રીતે ખર્ચના અંદાજ ઘટાડી દેવામાં આવ્યા છે. હવે ડિસેમ્બર મહિનામાં નવેસરથી સમીક્ષા દરમિયાન બજેટ ફાળવણી માં વધુ ઘટાડો કરવામાં આવશે. સરકારની આવકમાં 15 ટકાનો ઘટાડો અંદાજવામાં આવી રહ્યો છે એટલે બજેટનું કદ પણ 8થી 10 ટકા નીચું આવી શકે છે.