SVPI ખાતે નવતર ટ્રાન્સપોર્ટ ઝોન સાથે અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ! મુસાફરો પ્રિપેડ બુકીંગ કરી મનપસંદ સ્થળે આરામથી પહોંચી શકશે

Spread the love

અત્યાધુનિક સુવિધા ધરાવતા ડેડીકેટેડ ઝોનમાં પ્રીપેડ ઓટો, પ્રીપેડ ટેક્સીઓ, રેન્ટ એ સેલ્ફ ડ્રાઇવ (RAS) અને રેન્ટ પર કાર સહિતના વિવિધ પરિવહન વિકલ્પો ઉપલબ્ધ

અમદાવાદ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે ડોમેસ્ટિક ટર્મિનલ અરાઈવલ એરિયામાં ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધા ધરાવતા ડેડીકેટેડ ઝોનમાં પ્રીપેડ ઓટો, પ્રીપેડ ટેક્સીઓ, રેન્ટ એ સેલ્ફ ડ્રાઇવ (RAS) અને રેન્ટ પર કાર સહિતના વિવિધ પરિવહન વિકલ્પો ઉપલબ્ધ છે. આ સુવિધા વધારવાનો હેતુ પ્રવાસીઓને મુસાફરીનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવાનો છે.

ડોમેસ્ટિક ટર્મિનલના અરાઈવલ એરીયામાં કાઉન્ટર્સનું ક્લસ્ટર મુસાફરોને મનપસંદ સ્થળોની યાત્રાનો સીમલેસ અને સાનુકૂળ અનુભવ કરાવે છે. અહીં મુસાફરોને પ્રીપેડ ટેક્સી, પ્રી-પેઈડ ઓટો અથવા અન્ય પરિવહન વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. મુસાફરો આગમન હોલની અંદર/બહારથી ઉપલબ્ધ કાઉન્ટર્સ પર તેનો લાભ સરળતાથી ઉઠાવી શકે છે.અમદાવાદ એરપોર્ટ પરથી સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન શહેરના વિસ્તારો સાથે અસાધારણ કનેક્ટિવિટી પૂરી પાડે છે. મુસાફરોને પૂરી પાડવામાં આવતી વિવિધ વિકલ્પોની માહિતીમાંથી તેઓ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકે છે. એટલું જ નહીં, એપ્લિકેશન આધારિત ટેક્સી સેવાઓ અને અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી ઝડપી બસ પરિવહન સેવાનો વિકલ્પ પણ મુસાફરો માટે ઉપલબ્ધ છે.આ નવતર પહેલ ભારતના સર્વોત્તમ એરપોર્ટ પૈકી એક એવા અમદાવાદ એરપોર્ટની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. એરપોર્ટ મુસાફરોના સંતોષ અને શ્રેષ્ઠ અનુભવમાં સુધારા-વધારા માટે સતત કાર્યશીલ છે. ડોમેસ્ટિક ટર્મિનલના અરાઇવલ એરિયામાં ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન ગ્રાહકોનો સંતોષ વધારવા એરપોર્ટની અતૂટ પ્રતિબદ્ધતાનો બીજો પુરાવો છે. SVI એરપોર્ટ અમદાવાદથી મુસાફરોના ગંતવ્ય સ્થાનો સુધી સીમલેસ મુસાફરી માટે પરિવહન વિકલ્પો અને સુવિધાઓ વિકસાવવા પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com