સરકારની મીલીભગતથી થયેલ ૨૦,૦૦૦ કરોડ નાં જમીન કૌભાંડની તપાસ ગુજરાત આવતાં મહામહિમ રાષ્ટ્પતિ દ્વારા કરવા માટેની માંગણી જનમંચ પર ખેડુતો દ્વારા ઉઠી
ગણોતિયા નાં ન્યાય અને અધિકાર અપાવવા તેમજ જમીન રી-સર્વે માં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ, કૌભાંડો સામે ખેડુતો ની રજૂઆત સરકાર માં સાંભળનાર કોઈ નથી તેવો આક્રોશ જનમંચમાં ખેડુતો દ્વારા વ્યક્ત કરવામાં આવી
ગાંધીનગર
આજરોજ સેક્ટર 17 ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમ માં વહિવટી અને સત્તાપક્ષ ની મિલીભગત થી ગાંધીનગર મુલતાનાં ગામ ની 20,000 કરોડ ની જમીન કૌંભાંડ ની ફરીયાદ કરવા મોટી સંખ્યા માં સ્થાનિક ગ્રામજનો આવી પહોંચ્યા અને પોતાની વ્યથા ઠાલવી. આ સિવાય સુરેન્દ્રનગર, મહેસાણા જીલ્લા નાં સ્થાનિક ગ્રામ્ય આગેવાનો દ્વારા પણ ભાજપા નાં શાસન માં લાખો હેકટર ગૌચર ની જમીન પોતાના મળતિયા ભૂમાફિયા અને બિલ્ડરો ને પધરાવી દઈ કરોડો રૂપિયા નાં જમીન કૌંભાંડ ની લેખિત ફરિયાદો આપવામાં આવેલ.ઉપરોક્ત કાર્યક્રમ માં જનમંચ નાં પ્રણેતા અમિત ચાવડા દ્વારા ઉપરોકત ફરિયાદો સ્વીકારી આવનાર દિવસો માં આ બાબતે સડક થી લઇ વિધાનસભા સુધી જન આંદોલન દ્વારા જમીન કૌંભાંડ ને ઉજાગર કરી ખેડૂત અને ગણોતિયા નાં હક્ક અધિકાર માટે ન્યાય ની લડાઇ લડી લેવાં આહવાન કરવામાં આવેલ. શ્રી અમિત ચાવડા એ જણાવેલ કે ગાયમાતા નાં નામે ચરી ને સરકાર માં આવેલા કૌભાંડી પાડાઓ ગૌચર ની જમીન અને ગ્રામ્ય તળાવો ની જમીન પચાવવા નું સુનિયોજિત ષડયંત્ર ચલાવી રહયા છે જેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે જેમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ અને તેનાં ધારાસભ્યો આપ ની આ લડાઈ માં આપ ની સાથે જ છે અને દોષિતો ને ખુલ્લાં પાડી ન્યાય નાં મળે ત્યાં સુધી લડવા તત્પર છે.
ઉપરોક્ત જનમંચ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવણ (વડનગર), ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (વાવ), ધારાસભ્ય વિમલ ચુડાસમા (ગીર -સોમનાથ), ધારાસભ્ય ગુલાબસિંહ (લુણાવાડા), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણા,પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર, પુર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર અને ગુજરાત કિસાન કૉંગ્રેસ નાં ચેરમેન પાલ આંબલીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતાં.