અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ ને નેસ્તનાબુદ કરવા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અમદાવાદ વિભાગ અમદાવાદ, પોલીસ અધિક્ષક અમિત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય, નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ ધોળકા વિભાગ ધોળકાએ જરૂરી સુચના આપી દારૂ જુગારના વધુમા વધુ કેસો કરવા જણાવેલ. જે અન્વયે સર્કલ પોલીસ ઇન્સપેકટર એ.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ જી.કે.ચાવડા બગોદરા પો.સ્ટે એ પેટ્રોલીંગ દરમ્યાન આ.પો.કો. પ્રકાશભાઇ કેશવભાઇને મળેલ ચોક્કસ બાતમી આધારે બગોદરા – તારાપુર ચોકડી ખાતેથી એક ઇસમને ટ્રક નંબર HP-58-7754 સાથે પકડી તેમાં ભરેલ પરપ્રાંતિય દારૂની પેટીઓ ૪૫૮ જેમાં કુલ બોટલો નંગ ૫૪૯૬ જેની કિ.રૂા.૨૭,૯૦,૦૦૦ તથા ટ્રક સહિત કુલ કિં.રૂા.૩૪,૯૬,૦૦૦ ના મુદામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બગોદરા પોલીસ.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) ગુરવેલસિંગ કવલસિંગ સંધુ, રહે.ગામ નારલી, થાના. ખાલડા, પો.સ્ટ.ખાલડા, તા.પટ્ટી, જી.તરન તારન, પંજાબ
પકડવાના બાકી આરોપીઓના નામ
(૨) કલદીપ નામના માણસ
(૩) લવદીપ જાટ રહે. ઉતરપ્રદેશ
(૪) ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મંગાવનાર
મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટના પરપ્રાંતિયદારૂની પેટીઓ ૪૫૮ કુલ બોટલો નંગ ૫૪૯૬ ની મળી ફૂલ કિં.રૂા.૨૭,૯૦,૦૦૦
(૨) ટ્રક નંબર HP-58-7754 ની કિ.રૂા.૭,૦૦,૦૦૦
(૩) મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂા.૬,૦૦૦
(૪) પરચુરણ કાગળો
કામગીરી કરનાર અધિક /કર્મચારીઓના નામ
પો.સ.ઇ. જી.કે.ચાવડા, એ.એસ.આઇ કિશોરસિંહ કુંવરસિંહ, અ.હે.કો દિનેશભાઇ ધીરૂભાઇ, આ.પો.કો સુનિલકુમાર વિનોદકુમાર, આ.પો.કો. રાજેશકુમાર ખોડાભાઇ બ.નં.૬૦ બગોદરા પોલીસ સ્ટેશન.