અમદાવાદ
નવેમ્બર-૨૦૨૨ થી તા- ૨૫/૦૪/૨૦૨૩ દરમ્યાન આરોપી મુસ્તાક અંશારી તથા મુન્ના ચૌહાણ તથા દિનેશ યાદવ તથા વિધ્યા સાગર એ રીતના તમામ માણસો ભેગા મળી પૂર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી ન્યુઝપેપરમાં S.D.TOURS & TRAVELS નામની કંપનીની ખોટી ઓળખ આપી કમ્બોડીયા દેશમાં ડ્રાઇવર, હેલ્પર તેમજ વર્કર વિગેરે નોકરીની જાહેરાત આપી અસલ પાસપોર્ટ જમા લઇ COMBODIA ખાતેની GILL કંપનીનો EMPLOYMENT OFFER LETTER તેમજ અલગ અલગ તારીખની ટીકીટો મોકલી આપી ટુકડે ટુકડે કેશમાં તેમજ ઓનલાઇન કુલ રૂપિયા- ૨૨,૪૦,૦૦૦ ભરાવી મેળવી લઇ વિશ્વાસઘાત છેતરપીડી કરી ગુનો આચરેલ કરેલ છે, આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.પરડવા ચલાવી રહેલ છે.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી બિહાર ખાતે હોવાનું તેમજ તેમના લોકેશનો બિહાર ખાતે આવતા હોય આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીની તપાસ માટે પોલીસ ઈન્સ્પેક્ટર પી.એચ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.આઈ.રઈસ તથા પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી બિહાર ખાતે જઈ ગેંગના સભ્ય અંસારુલ હક ઉર્ફે મુન્ના ચૌહાણ સ/ઓ નઈમુદ્દીન અંસારી ઉ.વ.૪૩ ધંધો-બેકાર રહેવાસી- વોર્ડ નંબર-૧ ગામ- ગુરમીયા પછેયારી ટોલા પોસ્ટ- ભેલવા સર્કલ થાના- ઘોડાસહન જિલ્લો-પુર્વી ચંપારણ મોતીહારી, બિહાર ને અટક કરવામાં આવેલ છે.
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ
આરોપી પાસેથી મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- ગણાય સી.એસ કેમસ્કેનર
આરોપીઓની એમ.ઓ.
આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ નવેમ્બર/૨૦૨૨ થી તા-૨૫/૦૪/૨૦૨૩ દરમ્યાન ઓફિસ નં-૩૦૩, ત્રીજો માળ, કોચરબ આશ્રમ સામે, સ્પાન ટ્રેડ સેન્ટર, અમદાવાદ ખાતે ઓફીસ ભાડે રાખી S.D.TOURS & TRAVELS કંપનીના નામથી ઓફીસ ખોલી ન્યુઝપેપરમાં વર્ક પરમીટ વિઝા તેમજ વિદેશમા ઓછા ખર્ચે ઉંચા પગારની નોકરી અપાવવાની લોભામણી જાહેરાત આપી ગ્રાહકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી લોકો પાસેથી મોટી માતબર રકમ મેળવી ફ્રોડ કરી ગુનો સાપરવાની ક્ષેત્ર ઔ ધરાવે છે.આરોપીએ ધોરણ ૯ સુધીનો અભ્યાસ સરકારી માધ્યમિક શાળા, ભેલવા સર્કલ જિલ્લો- પુર્વી ચંપારણ મોતીહારી, બિહાર થી કરેલો છે ત્યારબાદ અભ્યાસ છોડી ટ્યુશન ક્લાસીસ ચાલુ કરેલ છે તેમજ સાઉદી અરેબીયા ખાતે બે વર્ષ ડ્રાઈવર તરીકે નોકરી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું
અંસારુલ હક ઉર્ફે મુન્ના ચૌહાણ સ/ઓ નઈમુદ્દીન અંસારી ઉ.વ.૪૩ ધંધો-બેકાર રહેવાસી- વોર્ડ નંબર-૧ ગામ- ગુરમીયા પછેયારી ટોલા પોસ્ટ- ભેલવા સર્કલ થાના- ઘોડાસહન જિલ્લો-પુર્વી ચંપારણ મોતીહારી, બિહાર