રાજ્ય સરકારે ગઈ કાલે મોડી સાંજે એક નિર્ણય લઈને રાજ્યભરમાં હોમગાર્ડ કમાન્ડન્ટની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કર્યેા છે. નવી વ્યવસ્થા મુજબ તમામ જિલ્લાઓમાં ડીવાયએસપીને તેનો ચાર્જ અપાયો છે. હોમગાર્ડના રાયના સિનિયર સ્ટાફ ઓફિસર કે.જે. ભટ્ટ દ્રારા આ સંદર્ભે જાહેર કરાયેલા પરિપત્ર જણાવ્યા મુજબ હોમગાર્ડ કમાન્ડન્ટને તદન હંગામી ધોરણે માનદ નિમણૂક આપવામાં આવી હતી.
સરકારે હવે તેમને તાત્કાલિક અસરથી આ હોદ્દાની સેવા પરથી મુકત કરવાનો નિર્ણય કર્યેા છે અને તેમની જગ્યા નો વધારાનો હવાલો જે તે જિલ્લાના મદદનીશ પોલીસ કમિશનર અથવા તો નાયબ પોલીસ અધિક્ષક ને સોંપવાનું નક્કી કરાયું છે. આ પરિપત્રમાં રાયના ૩૧ જિલ્લામાં અત્યારે હોમગાર્ડ કમાન્ડન્ટ કોણ છે અને તેનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે તેની વિસ્તૃત વિગતો પણ આપવામાં આવી છે. હોમગાર્ડ કમાન્ડન્ટોને તેમના ચાર્જની સોપણી સંબંધીત પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી કરવાની રહેશે અને આજ સવાર સુધીમાં ચાર્જની લેવડ લેવડ અંગેની કરેલી કામગીરીની જાણ ગાંધીનગર ખાતેની કચેરીને કરવા માટે પણ આદેશ થયો છે.