ગુજરાતીમાં કોરોનાની મહામારીના કારણે રોજબરોજ કેસો વધતાં જાય છે, ત્યારે ટેસ્ટિંગમાં બીજા રાજ્યો કરતાં ટેસ્ટિંગ ઓછા થાય છે. અને અત્યારે સૌથી અમદાવાદ કરતાં પ્રથમ ક્રમાંકે કોરોનાના કેસો વધવામાં સુરતે સ્થાન લીધું છે. એવામાં જ્યાં સુધી કોરોનાની દવા કે રસી માર્કેટમાં નથી આવી જતી ત્યાં સુધી કોરોના ફેલાવાને કાબુમાં લેવા માટે એક જ ઉપાય છે એ છે વધુમાં વધુ ટેસ્ટિંગ કરીને કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેટ કરવા, આ વાત ICMR અને WHી પણ અનેક વખત કહી ચુક્યા છે પરંતુ કોઈ પણ કારણ હોઈ, પણ ગુજરાત સરકારના મગજમાં આ વાત જાણે બેસતા ન હોય એમ કોરોના ટેસ્ટિંગ મામલે ગુજરાત સરકાર હજુ ‘પણ કાચબા ગતિએ જ ચાલી રહી છે અને આખરે ખુદ ગૃહમંત્રી અમિત શાહે જ ગુજરાતના આ મામલે સૂચના એવી પડી છે. પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં કોરોનાનો ઓછા ટેસ્ટિંગની નોંધ લઈને વિડીયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી આ મામલે ગુજરાત તાકિદ પણ કરી હતી કે ટેસ્ટિંગ વધારો. વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં ગુજરાતના ટોચના IAS અધિકારીઓ તથા ગુજરાત સરકારના મંત્રીઓને કહ્યું હતું કે “તમે શા માટે વધુ ટેસ્ટ થી ડરો છો? દિલ્હીની જેમ અમદાવાદ, સુરત સહિતના ગુજરાતના શહેરોમાં ટેસ્ટિંગ વધારો” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતને કોરોના ટેસ્ટિંગ વધારવાની શિખામણ આપ્યા બાદ આ સંદર્ભમાં અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. કે મોટા સાહેબ કોણ સમજાવે કે વધુ ટેસ્ટિંગ થી અમે નહિ પણ ગુજરાત સરકાર ડરી રહી છે અને સરકારને અમુક સિનિયર IAS અધિકારીઓ એવું સમજાવી રહ્યા છે કે જો વધુ ટેસ્ટ કરીશું તો કોરોના વધારે પોઝિટિવ કેસ સામે આવશે અને એનાથી સરકારની ઇમેજને ફટકો પડશે તેથી ઓછા ટેસ્ટ ઓછા કેસ નીતિ જ ચાલું રાખવી. કોરોના મહામારીની શરૂઆત થી જ ગુજરાતમાં સરકાર ઓછા ટેસ્ટની નીતિ દ્વારા પોતાની આબરૂ બચાવવા માંથી રહી હોવાની ફદરીયાધે ઉઠી રહી છે પરંતુ આ મામલો ગંભીર એટલા માટે છે કે જો ટેસ્ટિંગમાં વધારા કરવામાં નહિ આવે તો પોઝિટિવ દર્દીઓ નિશ્ચિત થઈને ફરશે અને એક સમયે કોમ્યુનિટી એડ થવામાં પણ વાર નહિ લાગે.
આમ તો ગુજરાત સરકારની એવી છાપ છે કે તે દિલ્હીથી આવતા આદેશનું જ પાલન કરે છે ત્યારે હવે ખુદ ગૃહમંત્રી અમિત શાહે ટેસ્ટિંગ વધારવાની તાકીદ કરી છે ત્યારે ગુજરાત સરકાર હવે ટેસ્ટિંગ વધારે છે કે કેમ એ જોવું રહ્યું. રાજ્યમાં કોરોનાની ગઈ કાલે સુધીની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1052 કેસ સામે આવ્યા છે, જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે અને 1015 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 56874 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2348 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 41380 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 25474 ટેસ્ટ કરવામાં આવ્યા છે આ સાથે રાજ્યમાં કુલ 6,67,844 ટેસ્ટ થયા છે. હાલ 13146 એક્ટિવ કેસ છે. જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 13065 ની હાલત સ્થિર છે.