ડોક્ટર, નર્સિંગ સ્ટાફ હેલ્થ વર્કર્સ અને ત્યાર બાદ હવે ફ્રન્ટ લાઈના વોરિયર એવા પોલીસ વિભાગની વધારે કોંગ્રેસના પૂર્વ મહામંત્રી હિમાંશુ પટેલ આવ્યા છે. તેનો પોલીસકર્મીના પરિવારને 30 લાખ નો મેડીક્લેઈમ આપવા માંગ કરી છે. ગુજરાત સરકારે નાના પોલીસ કર્મીઓ સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત આઇપીએસ એસોસિએશન બની શકે તો નાના પોલીસકર્મીઓ નું એસોસિએશન કેમ નહીં. સાથે જ કોન્સ્ટેબલ, હેડ કોંસ્ટેબલ, એએસઆઈ નો ગ્રેડ પે 4200 આપવો અને 8 કલાકથી વધારે ફરજ માટે ઓવરટાઈમ આપવા માંગ કરી હતી જ્યારે પોલીસ કર્મીઓને મળતા સાયકલ એલાઉન્સ ના બદલે વ્હીકલ એલાઉન્સ આપવા માંગ કરી હતી.