સરકાર દ્વારા જ્યારે પણ સરકારી નોકરી કરતા કર્મચારીને નોકરી મળે ત્યારે તેના નિયમો પરિપત્રો વંચાવે છે્, તેમાં લખ્યું હોય છે કે તમારા ખિસ્સામાંથી જે નાણાં વપરાતા હોય તે નાણા સરકારી કચેરીમાં વપરાય ,ત્યારે પાઈ પાઈ ની કિંમત સમજીને વાપરવી, ત્યારે આ આદેશ કોઈ માને છે ખરું? બાકી માને અને ધ્યાન આપે તો અબજો રૂપિયાની સરકારની બચત થાય ,વેસ્ટ એટલે વેસ્ટ કરતા વેસ્ટ માંથી બેસ્ટ કરવાનો કીમિયો કેમ કોઈના મગજમાં આવતો નથી
ગુજરાતમાં હાલ એમએલએ માટે નવા ફ્લેટો એમના રહેવા માટે બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે જુના એમ.એલ.એ ક્વાટર્સ ખાતે બનાવેલા મકાનોમાં રીનોવેશન થતું હોય ત્યારે બધું તકલાદી સમજીને કાઢી નાખતા અને વજનદાર તથા લોખંડી વસ્તુ હોવાથી તેની કિંમત પણ ભંગારમાં સારી એવી આવી શકે તેમ છે, ત્યારે ચીજ વસ્તુઓનું ભંગારમાં જતું હોય તો ત્યાં જે નાણા જમા આવે છે ,તે સરકારમાં જમા થાય છે કે કેમ?? બાકી ધ્યાન આપવામાં આવે તો અબાજો રૂપિયાનો ભંગાર આખા રાજ્યમાં આવો જોવા મળે અને લોખંડ ગાળવાનું કારખાનું સરકાર નાખે તો સરકાર માલામાલ થઈ જાય ,વેસ્ટ માંથી બેસ્ટ, ત્યારે ગુજરાતમાં આવો કરોડોનો ભંગાર પડેલો છે ,જ્યાં કોઈ પૂચ્છા કરતું નથી, ત્યારે આ સંદર્ભે સરકારે પણ તેજ નજર દોડાવવાની જરૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે
Box
કરોડો રૂપિયાનો ભંગાર વાડો નહીં પણ કાચું સોનુ કહેવાય ,વર્ષો પહેલા બનાવેલી તિજોરીઓનું પતરૂ વજન પ્રમાણે કરીએ તો આજના જમાનામાં ત્રણ તિજોરી બની જાય ,ત્યારે લોખંડ ભંગારના ભાવે આમાં પણ લાખો નહીં કરોડો અબજો રૂપિયા ઉપજી શકે તેમ છે, સરકારે નજર હવે જૂની ચીજ વસ્તુઓ બદલ્યા બાદ તેના ભંગાર ઉપર ફોક્સ કરવાની જરૂર છે.
બાકી કોન્ટ્રાક્ટરો ભંગારીયા માલામાલ બની ગયા તો સરકાર પોતે જ આ પ્રશ્ને ગંભીરતાથી વિચારે તો વેસ્ટ માંથી બેસ્ટ પણ થઈ શકે