આરોપીઓ અશરફસુલતાન ) શહીદ હાજીબતો જાતે ગઢી (ગાજી),ઇરફાન ઉર્ફે પીન્ટુ
અમદાવાદ
નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીક તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.એ.પટેલે આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના અધિક પોલીસ કમિશ્નર નિરજ બડગુજર પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલ તથા પોતાની ટીમના પો.સ.ઈ. એમ.એન.જાડેજા તથા પો.સ.ઇ. પી.બી.ચૌધરી તથા પો.સ.ઈ. શ્રી વી.ડી.ડોડીયા ટીમના માણસો દ્વારા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતા ઇસમોને શોધી કાઢવા સારુ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તા.૧૪/૦૯/૨૦૨૩ ના રોજ નાના ચિલોડા, એસ.પી.રીંગરોડ પાસેથી નીચે મુજબના આરોપીઓ ઝડપી લીધેલ છે.
(૧) અશરફસુલતાન ) શહીદ હાજીબતો જાતે ગઢી (ગાજી) ઉવ.૩૨ રહે. મ.નં. સી/૩૨, સરાયા ફ્લેટ, જાગૃતિ વિહાર, મેડીકલ રોડ, મેડીકલ પોલીસ સ્ટેશન, મેરઠ, જી.મેરઠ, ઉતરપ્રદેશ રાજ્ય
(૨) ઇરફાન ઉર્ફે પીન્ટુ S/O અનૈયુલરહેમાન અજીજુરમાન જાતે હસન (પઠાણ) ઉવ.૩૪ રહે. આઝાદ બસ્તી, મિશન ગ્રાઉન્ડ પાસે, રાંચી શહેર, ઝારખંડ રાજ્ય તથા ફિરદોસ કોલોની, નદી ગ્રાઉન્ડ, હિન્દપીરી, રાંચી શહેર, ઝારખંડ રાજ્ય ને ઝડપી લીધેલ છે.
બંન્ને આરોપીઓ પાસેથી નીચે મુજબની લકઝુરીયસ ફોરવ્હીલ ગાડીઓ કબ્જે કરેલ છે. (૧) ટૉયોટો ફોર્ચ્યુનર કિ.રૂ.૨૫,૦૦,૦૦૦
(૨) ટોયોટો ફોર્ચ્યુનર કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦
(૩) ઇનોવા ક્રીસ્ટા કિં.રૂ. ૧૯,૦૦,૦૦૦
(૪) હ્યુન્ડાઇ અલ્કઝાર કિ.રૂ.૧૫,૦૦,૦૦૦
(૫) હ્યુન્ડાઇ અલ્કઝાર કિ.રૂ.૧૨,૦૦,૦૦૦
(૬) હ્યુન્ડાઇ ક્રેટા કિ.રૂ.૧૦,૦૦,૦૦૦
(૭) હ્યુન્ડાઇ ક્રેટા કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/
(૮) મારૂતિ બ્રેઝા કિ.રૂ.૬,૦૦,૦૦૦
(૯) મારૂતિ બ્રેઝા કિ.રૂ.૬,૦૦,૦૦૦
(૧૦) મારૂતિ સ્વીફ્ટ ગાડી કિં.રૂ.૫,૦૦,૦૦૦
કુલ કિં.રૂ.૧,૩૨,૦૦,૦૦૦/- (એક કરોડ બત્રીસ લાખ) નો મુદ્દામાલ કબ્જે કરવામાંઆવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ઇરફાન ઉર્ફે પીન્ટુ ઝારખંડ રાજ્યના રાંચી શહેરમાં રહે છે, જેને દિલ્હી શહેર પોલીસના A.A.T.S ( એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ) છેલ્લા દોઢેક વર્ષથી શોધી રહેલ છે.
(૨) અશરફસુલતાન ગાજી અગાઉ દિલ્હી શહેર માં ફોરવ્હીલ ગાડીઓની ચોરીના ૧૦ થી વધુ કેસોમાં પકડાયેલ છે.પકડાયેલ આરોપીઓ ઉતરપ્રદેશ, દિલ્હી, રાસ્થાન અને પશ્ચિમબંગાળના બીજા સાગરીતો સાથે ભેગા મળી ગેંગ બનાવેલ છે. જેમની ગેંગ દ્રારા દેશની કોઇ પણ કારના સુરક્ષાને ડી કોડ કરીને ૫૦૦ થી વધુ પ્રીમીયમ કારની ચોરી કરેલ છે. કોઇ પણ કાર હોય તેનુ ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય પરંતુ તેને ગણતરીની મિનિટમાં ડીકોડ કરીને કાર ચોરી કરે લે છે. બાદ જે રાજ્યમાંથી ચોરી કરેલ હોય તે રાજ્ય સિવાયના અન્ય રાજ્યમાં ગ્રાહકો શોધી હરાજીની ગાડીઓ માં વેચાણ કરે છે. ગ્રાહકોનો વિશ્વાસ કેળવવા આસામ તથા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તથા અન્ય સેવન સિસ્ટર જેવા રાજ્યોમાં R.T.O. ના મેળાપીપણાંમાં એન.ઓ.સી. લેટરો મેળવી પાર્સીંગ પણ કરાવે છે.પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ઇરફાન ઉર્ફે પીન્ટુ અન્ય રાજ્યોમાં ગાડીઓની ડીલ કરવા માટે હવાઇ મુસાફરી કરે છે. તેમજ અશરફ ગાઝી ડ્રાઇવીંગ કરી ફોરવ્હીલ ગાડીઓ આપવા આવે છે. આ મુસાફરી તથા હોટલ રોકાણ ના ખર્ચ પણ ગ્રાહકો પાસેથી વસુલ કરે છે.
મોડસ ઓપરેન્ડી
•પકડાયેલ આરોપીઓના ગેંગના માણસો દ્વારા પાર્કિંગમાં રાખેલ “ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા, અલ્કઝાર” જેવી લકઝુરીયસ ફોરવ્હીલ ગાડીઓમાં લેપટોપ દ્રારા કોડ બદલી નવો કોડ નાખી ચોરી કરે છે.
• જે ચોરીની લકઝુરીયસ ફોરવ્હીલ ગાડીના ફોટા વોટસએપ માધ્યમથી અન્ય રાજ્યોના ગ્રાહકોને મોકલે છે.
• ભારત દેશમાં અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તથા અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી R.T.O. ના N.O.C લેટર તથા પાર્સીંગ કરાવી આપવાનું જણાવી તેમજ ફોરવ્હીલ ગાડીઓ હરાજીમાંથી મેળવેલ હોવાનુ જણાવી વેચાણ કરે છે. • ગેંગના માણસો ચોરી કરેલ ફોરવ્હીલ ગાડીઓના એન્જીન ચેચીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી “ અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ,તથા અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી” એન.ઓ.સી લેટર બનાવી આર.ટી.ઓ.પાસીંગ કરાવે છે.
• ગ્રાહક ગાડી પસંદ કરે પછી ગાડી બુકીંગ માટે એડવાન્સમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવે છે.
• જે રાજ્યમાંથી ફોરવ્હીલ ગાડી ચોરી થયેલ હોય તે રાજ્ય સિવાય તેમજ પોતે બંન્ને જે રાજ્યમાં રહે છે તે સિવાય ના રાજ્યોમાં ચોરીની ફોરવ્હીલ ગાડી વેચાણ કરે છે.
• ફોરવ્હીલ ગાડી ખરીદનાર જે રાજ્યમાં રહેતો હોય તે રાજ્ય બહાર બીજા રાજ્યમાં બોલાવી વેચવાની ડીલ કરે છે.
• અન્ય રાજ્યમાં ફોરવ્હીલ ગાડી વેચાણ કરવા જાય ત્યારે ઇરફાન ઉર્ફે પીન્ટુ પ્લેન દ્રારા હવાઇ મુસાફરી જ કરે છે. • પોતાના ટ્રાવેલીંગ ચાર્જ અને રહેવા જમવાનો ખર્ચ ગાડી ખરીદનાર પાસેથી વસુલે છે.
• દરેક ફોરવ્હીલ ગાડીઓ માં પોતાના ઉંચા કમિશનો મેળવે છે. કેટલાક ગ્રાહકોને બુકીંગ માટે એડવાન્સ રૂપિયા મેળવી તેમને ગાડી વેચાણ કરેલ નથી તેમજ રૂપિયા પણ પરત આપેલ નથી.
• ફોરવ્હીલ ગાડી ખરીદનાર ને થોડા દિવસ પછી એન.ઓ.સી લેટર આવશે ત્યારે આર.ટી.ઓ. માંથી નવુ પાસીંગ થશે અને નવા કાગળો મળશે તેવી બાંહેધરી આપી વિશ્વાસ કેળવી ચોરીની ફોરવ્હીલ ગાડીઓ વેચાણ કરે છે.
શોધી કાઢેલ ગુનાઓની વિગત
ઉતરપ્રદેશ રાજ્યના ગુના
(૧) ગાજીયાબાદ ટ્રાન્સ હિન્ડન ઝોનના લીંકરોડ પોલીસ સ્ટેશન FIR NO 0327/2023 IPC 379
દિલ્હી શહેરના ગુના
(૨) બિંદાપુર દ્વારકા પોલીસ સ્ટેશન FIR NO 022858/2023 IPC 379
(૩) પંજાબીબાગ પોલીસ સ્ટેશન FIR NO 006952/2023 IPC 379 (૪) મધુવિહાર ઇસ્ટ પોલીસ સ્ટેશન FIR NO. 020838/2020IPC 379
(૫) પ્રસાદનગર પોલીસ સ્ટેશન FIR NO 015616/2023 IPC 379
(૬) મોડલ ટાઉન નોર્થ વેસ્ટ પોલીસ સ્ટેશન FIR NO 025789/2022 IPC 379 (૭) પંજાબીબાગ વેસ્ટ પોલીસ સ્ટેશન FIR NO 029507/2022 IPC 379
(૮) મુખરજીનગર નોર્થ વેસ્ટ પોલીસ સ્ટેશન FIR NO 016424/2022 IPC 379
(૯) નારાયણા વેસ્ટ પોલીસ સ્ટેશન FIR NO 018436/2023 IPC 379આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:- (૧) અશરફ સુલતાન ગઢી અગાઉ દિલ્હી શહેર A.A.T.S ( એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ)માં ફોરવ્હીલ ચોરીના ૭ જેટલા કેસોમાં પકડાયેલ છે. (૨) ઇરફાન ઉર્ફે પીન્ટુ અગાઉ કોઇ ગુનામાં પકડાયેલ નથી.