અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજાની ટીમના પો.સબ.ઇન્સ. આઇ.એમ.ઝાલા તથા H.C.દિપનારાયણ રાજનારાયણ તથા H.C..પ્રદિપસિંહ મહીપાલસિંહ દ્રારા ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશનના ગુનામા નાસતા ફરતા આરોપી હિતેશ પ્રદીપકુમાર ગોલાણી, ઉ.વ.૩૨, રહે.મકાન નંબર એ/૧૮, માન્સી પાર્ક ફ્લેટ, પાર્શ્વનાથ ટાઉનશીપ, કેનાલ પાસે, કૃષ્ણનગર, અમદાવાદ શહેરને એસ.આર.પી સેકન્ડ ગૃપ ગેટ નજીક કૃષ્ણનગર અમદાવાદ ખાતેથી ઝડપી લીધેલ છે.આરોપી સને ૨૦૨૧ ની સાલમાં તેના સહ આરોપીઓ સાથે મળી કૃષ્ણનગર વિસ્તારમા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારુનો ધંધો કરતો હોય. જેથી તેણે ચિરાગ પીઠવા પાસેથી દારુનો જથ્થો ખરીદતો હોય, તે દરમ્યાન દારુના જથ્થા સાથે ચિરાગ પીઠવા તેના માણસો પકડાઇ ગયેલા. આ કામનો આરોપી આજદિન સુધી નાસતો ફરતો રહેલ હોય. આરોપીને ઓઢવ પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.આરોપી અગાઉ પણ ભારતીય બનાવટના ઇગ્લીશ દારુના ગુનામાં પકડાયેલ છે.