અમદાવાદ
પોલીસ કમિશનર , અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર , ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા તેમજ અમદાવાદ વિસ્તારના પો.સ્ટે. માં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા એસ.એ.ગોહિલ, પોલીસ ઇન્સપેકટરના માર્ગદર્શન આધારે મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ, બ.નં. ૮૦૧૮ નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે (૧) મેઘાણીનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૩૨૩૦૫૫૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૦૨, ૨૯૪(ખ), ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ (૨) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૩૨૩૦૧૧૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૯૪, ૩૨૩, ૨૯૪(ખ), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ તથા (3) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૩૨૩૦૯૦૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૨૪, ૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫(૧) મુજબના અલગ-અલગ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી દિપક સ/ઓ નારાયણપ્રસાદ ગુપ્તા ધંધો-મજુરી રહે.મ.ન.૫૨૦,બારોટની ચાલી,ભાર્ગવરોડ,મેઘાણીનગર, અમદાવાદ શહેર નાને તા.૧૪/૦૯/૨૦૨૩ ના કલાક ૨૦/૫૦ વાગે સી.આર.પી.સી કલમ- ૪૧(૧)(આઇ) મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) એસ.એ.ગોહિલ,પો.ઇન્સ.(માર્ગદર્શન)
(૨) મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ક્રાઈમ પી અમદાવાદ
(૩) અ.હે.કો. અનીલ ઔચિત
(૪) અ.પો.કો. રાજપાલસિંહ કોદરસિંહ
(૫) અ.પો.કો. તરંગકુમાર રમણભાઇ (બાતમી) (૬) અ.લો.ર. પ્રણયસિંહ કિરીટસિંહ (બાતમી)