અમદાવાદ
અમદાવાદ શહેર વિસ્તારમાં ગે.કા. હથિયારો શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર ડી.બી.બસીયાની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા પો.કો. રવિરાજસિંહ મહીપતસિંહ તથા પો.કો. નાગરાજભાઈ અમકુભાઈ તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. અરવિંદભાઇ હરદાસભાઇ દ્વારા ગે.કા. હથિયારો રાખતા આરોપી ફિરોઝખાન ચારમોહંમદખાન પઠાણ, ઉ.વ.૨૭, રહે. મ.નં. ૩૫, જીન્નત-એ, રેસીડેન્સી, મીટરવાળી ગલી, કેનાલ પાછળ, ફતેહવાડી, અમદાવાદ શહેરને વિશાલા નારોલ રોડ મેટ્રો પિલર નં. પી૧૪-એ પાસેથી પકડી લીધેલ.આરોપી પાસેથી પિસ્તોલ નંગ-૦૧ તથા 7.65 ના કારતુસ નંગ-૦૪ મળી કુલ્લે કિ.રૂ.૨૫,૪૦૦/- ના હથીયાર મળી આવતા કબ્જે કરી, આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૫૦/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧-બી)(એ), ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.આરોપીની પૂછપરછ દરમ્યાન તેને આ હથીયાર તથા કારતુસ આજથી નવેક મહિના પહેલા મહાલીંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુર્ગયન પિલ્લાઇ રહે- ૧૦૫, તૈયબા ફ્લેટ, અંબર ટાવરની સામે, ફતેહવાડી કેનાલ પાસે, સરખેજ અમદાવાદ. મૂળવતન ગામ-ઇન્દીરાનગર, આઇનાવરમ, ચેન્નઇ (મદ્રાસ) તામિલનાડુએ આપેલ હોવાનુ જણાવેલ છે. જેથી આરોપી આ હથિયાર તથા કારતુસ શુ ઉપયોગ કરવા માટે રાખેલ હતા. જે બાબતેની તપાસ પો.સ.ઇ. વી.આર.ગોહિલ ચલાવી રહેલ છે.