અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ. વી.ડી.ખાંટ તથા સ્ટાફના માણસો હે.કો.ઈમ્તીયાઝઅલી ઉમરાવઅલી અને હે.કો.ભરતભાઈ જીવણભાઈ દ્વારા ઘરફોડ ચોરી કરતો આરોપી (૧) સુમાર સ/ઓ નુરમહમદ ઓસ્માણ સંઘાર, ઉ.વ.૩૧,(૨) સલીમ સ/ઓ નુરમહમદ ઓસ્માણ સંઘાર, ઉ.વ.૨૯, બંને રહે. મદીના કોલોની, રસીદાબેનના મકાનમાં, એમ.એસ.મીલ, થાના-રાઘવેન્દ્રનગર, ફુલબર્ગી સીટી, કર્ણાટક મુળવતન: અજમેરપીરની ટેકરી, હુસૈની ચોક, જામ ખંભાળીયા, તા.જામ ખંભાળીયા, જી.દેવભુમિ દ્રારકા પાનકોર નાકા ચાર રસ્તા પાસે થી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી કુલ્લે કિરૂ. ૧,૮૭,૧૦૦/-ની મતાના સોના ચાંદીના દાગીના મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
કબુલાત
(૧) એક મહીના પહેલાં બપોરના સમયે પકડાયેલ આરોપીઓ તથા તેઓના મિત્ર અકબર બાદશાહ શેખ તથા અંકિતે કર્ણાક્ટ અંટાપનલ ગામમાં બંધ મકાનનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી રોક્યા રૂ,૧,૦૦,૦૦૦/- અને રૂ.૭,૫૦,૦૦૦/-ની સોના ચાંદીના મળી કુલ્લે કિરૂ.૮૫૦૦૦૦/- ની મતાની ચોરી કરેલ.
(૨) આજથી આશરે દસેક દિવસ પહેલાં તેના મિત્ર અકબરે કર્ણાક્ટ જવેરગી શહેરમાં જૂના એસ.ટી.બસ ડેપોની પાછળ આવેલ તેના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી, તે ચોરી કરેલ દાગીના લઇ અકબર અને પકડાયેલ આરોપીઓ અમદાવાદ ખાતે વેંચવા માટે આવેલ હતા.
શોધાયેલ ગુન્હા
(૧) કમલાપુર પો. સ્ટેશન ગુ.ર.નં.૮૧/૨૦૨૩ ઈપીકો કલમ-૩૮૦.૪૫૭ મુજબ
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
સુમાર સ/ઓ નુરમહમદ ઓસ્માણ સંઘાર અગાઉ
(૧) જામનગર જીલ્લાના કલ્યાણપુર પો.સ્ટે ફ.ગુ.ર.નં.૦૪/૨૦૧૪ ઈ.પી.કો.૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ
(૨) દેવભુમી દ્વારકા પો.સ્ટે ફગુ.ર.નં.૦૩/૨૦૧૯ ઈ.પી.કો.૪૫૪.૪૫૭,૩૮૦ મુજબ
(૩) ગુલબર્ગા ગ્રામીણ પો.સ્ટે માં લોખંડ ચોરીના ગુનામાં પકડાયેલ. સલીમ સ/ઓ નુરમહમદ ઓસ્માણ સંઘાર અગાઉ
(૧) ગુલબર્ગા ગ્રામીણ પો.સ્ટે માં લોખંડ ચોરીના ગુનામાં પકડાયેલ.
પકડાયેલ આરોપીઓ આ સિવાય બીજા ગુનાઓ કરેલ છે કે કેમ ? તે બાબતે આરોપીઓની સઘન પૂછપરછ જારી છે.