Gj- 18 ખાતે આજરોજ OBC સમાજ પ્રદેશ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ સે. 11 ખાતેના ગાંધીનગર ખાતે યોજાયો હતો ,ત્યારે મોટી સંખ્યામાં ગુજરાતમાંથી કાર્યકરો ઉપસ્થિત રહીને આભાર દર્શન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ,ત્યારે ભાજપના ઓબીસીના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયક દ્વારા તથા તેમની ટીમ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જનમેદની સાથે ઓબીસી સમાજને 27% અનામત આપતા ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે મુખ્યમંત્રીને પાઘડી, લાકડીથી લઈને તલવાર પણ ભેટ આપવામાં આવી હતી ,ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પટેલનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવતા તલવાર સાથે પાવર બતાવ્યો હતો.
સી.આર.પાટીલ – આભારદર્શન કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પોતે કોંગ્રેસને આડે હાથે લઈને જણાવ્યું કે ચાલુ ગાડીમાં બેસવાનું બંધ કરો, 27% અનામત જાહેર કર્યા બાદ કેટલાયના હાજા ગગડી ગયા છે, શહેરમાં 52 ટકા વસ્તી અને ગામડામાં પણ 42% વસ્તી છે, આવનારા દિવસોમાં નાના કાર્યકરોનો સુવર્ણ સમય આવશે તેમ કોઈ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પણ બનશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમ અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવાસ, આરોગ્ય માટે ખૂબ …ધ્યાન આપ્યું છે, કોવિડ જેવી બીમારીમાં કોઈને ભૂખ્યા સુવા દીધા નથી ,આજે દુનિયામાં આત્માનિર્ભર ભારત અને હવે આવનારા દિવસોમાં વિકાસશીલ ભારતનું નિર્માણ થનાર છે, આજે અનેક યોજનાઓ ઓબીસી અને છેવાડાના માનવી માટે છે ,ત્યારે દરેકને લાભ મળે તેવું પ્રધાનમંત્રીનું હરે હંમેશા આયોજન રહ્યું છે.
બોક્સ
ભાજપના OBCના પ્રદેશ પ્રમુખ મયંક નાયક દ્વારા આજે OBC ને 27℅ નો અમલ કરવામાં આવ્યો ,તેનો મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખનો આભાર માન્યો હતો.
આવનારા દિવસોમાં હવે જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, પાલિકાઓમાં OBC સમાજનો દબદબો વધશે, જે રીઝલ્ટ અને શક્તિ બે વર્ષ બાદ ખબર પડશે.