જો તમે આળસું છો, તો આ સ્પર્ધામાં ભાગ લઈ લો, જીતી જશો..

Spread the love

આળસ પ્રેમીઓ માટે એક અદ્ભુત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો પહેલો નિયમ એ છે કે, તમારે ન તો ઊભા રહેવાનું છે કે ન તો બેસવાનું છે. હા, બસ આળસુની જેમ પડ્યા રહેવાનું છે. આ જ તો આળસુ લોકોનું પ્રિય કામ છે! જો આ આળસુ લોકોને ખાવાનું, મોબાઈલ અને પુષ્કળ ઈન્ટરનેટ ડેટા મળી જાય તો તેઓ તેમના જીવનનો મોટાભાગનો સમય સુતા સુતા પસાર કરવાની ક્ષમતા ધરાવે છે.

હવે તમે વિચારતા હશો કે, આપણે શા માટે ‘મહાન આળસુઓ’ વિશે વાત કરી રહ્યા છીએ. હકીકતમાં, દર વર્ષની જેમ, આળસુ ‘નંબર-1’ની શોધમાં ઉત્તરી મોન્ટેનેગ્રોના રિસોર્ટ ગામમાં બ્રેજનામાં એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ, 7 સ્પર્ધકો ‘મહાન આળસુ નાગરિક’નું પ્રખ્યાત બિરુદ મેળવવાની આશામાં તેમનું ભયંકર ‘અળસીપણું’ બતાવી રહ્યા છે. ચાલો આ સ્પર્ધા વિશે વિગતવાર જાણીએ…

સ્પર્ધાના નિયમો અનુસાર, સ્પર્ધકોને સ્પર્ધા દરમિયાન ઊભા રહેવાની કે બેસવાની બિલકુલ મંજૂરી નથી. જો કે, તેઓ ખાવા-પીવાથી લઈને પુસ્તકો વાંચવાથી લઈને તેમના લેપટોપ અને મોબાઈલ વગેરેનો ઉપયોગ કરી શકે છે. પણ આ બધું તેઓએ સુતા સુતા જ કરવું પડશે. અને હા, સ્પર્ધકોને દર આઠ કલાકે 10 મિનિટનો બાથરૂમ બ્રેક મળે છે.

એક રિપોર્ટ અનુસાર, આ વિચિત્ર સ્પર્ધા ઓગસ્ટ મહિનાના મધ્યમાં શરૂ થઈ હતી. જો કે, હવે તેને 26 દિવસથી વધુ સમય થઈ ગયો છે, અને તમને વિશ્વાસ નહીં થાય કે કુલ 21 સ્પર્ધકોમાંથી માત્ર 7 જ બાકી છે. તે બધા 1,070 ડૉલર (અંદાજે રૂ. 88,000)ના ભવ્ય ઇનામ માટે સ્પર્ધા કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, ‘મહાન આળસુ નાગરિક’ સ્પર્ધાની આ 12મી સીઝન (એડીશન) છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ગયા વર્ષે 117 કલાક સૂવાનો રેકોર્ડ હતો, જો કે આ વર્ષે સ્પર્ધા 26 દિવસને વટાવી ગઈ છે. 2021ની ચેમ્પિયન ડબરવકા અક્સિકે કહ્યું, અમે બધા સારું અનુભવી રહ્યા છીએ. ત્યાં કોઈ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ નથી. તેઓ અમારી ખૂબ કાળજી લે છે. અમારે ફક્ત સુઈ જ રહેવાનું છે.

સ્પર્ધાના આયોજક અને માલિક રાડોન્જા બ્લેગોજેવિકે જણાવ્યું હતું કે, મોન્ટેનેગ્રોના લોકો આળસુ છે તેવી દંતકથાની મજાક ઉડાવવા માટે આ સ્પર્ધા 12 વર્ષ પહેલા શરૂ થઈ હતી. સ્પર્ધા 21 લોકો સાથે શરૂ થઈ હતી. હવે 7 લોકો બાકી છે, જે લગભગ 463 કલાકથી પડ્યા છે. હકીકતમાં, આ સ્પર્ધા મેપલ ટ્રી નીચે આયોજિત કરવામાં આવી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ લાકડાના ઝૂંપડામાં રહેવા ચાલ્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com