કોરોના વાયરસના પગલે અનેક ધારાસભ્યો, અધિકારીઓ સંક્રમિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ સિસ્ટમ બદલાઈ રહી છે. ત્યારે હવે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે આ વાકય દેશના લોકોને સતત કહેવાય છે અને હવે રાજનેતાઓને પણ તે લાગુ પડવા જઈ રહ્યું છેગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે તે સમયે કોરોના સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ફેરવવી પડી રહી છે અને તેના કારણે પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યો જેઓ જુનીયર કેટેગરીમાં આવે છે. તેને વિધાનસભા પ્રેણાક ગેલેરીમાં બેસવાની ફરજ પડશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, હાલ ધારાસભ્યો જે રીતે બેસે છે તેમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખવા માટે અનેક બેન્ચ ખસેડાશે જેથી બે ધારાસભ્યો વચ્ચે છ ફુટનું અતર જળવાઈ રહેશે.
તલની વિધાનસભા ખંડ માં વધુમાં વધુ 185 ધારાસભ્યોને બેસાડી શકાય છે પણ કોરોના ડિસ્ટન્સના કારણે 102ને પણ બેસાડી શકાશે નહી ઉપરાંત મુખ્યમંત્રી અને મંત્રીઓનો સપોર્ટ સ્ટાફ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હોય છે. જો સભ્યોની પુરેપુરી સંખ્યા 162 હાજર ઐય તો સપોર્ટ સ્ટાફ સતત 250 લોકો આ ખંડમાં મૌજૂદ હોય છે. પણ હવે છ ફૂટનું અતર તમામ વચ્ચે જરૂરી હશે. નવી વ્યવસ્થામાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી બને પણ અલગ અલગ બેચ પર બેસશે અને એક બેચ પર એક જ ધારા સભ્ય હશે પ્રેક્ષકોને ગૃહમાં પ્રવેશ નહી હોય, સપોર્ટ સ્ટાફમાં ઘટાડો કરીને અત્યંત જરૂરી હોય તેને જ આ ખંડમાં હાંજર રખાશે અને બાકીનો સ્ટાફ નજીકના ખંડમાં મોજૂદ હશે જેથી જરૂર પડે તેઓને બોલાવી શકાશે પ્રેક્ષક ગેલેરીમાં જે ધારાસભ્યોને બેઠક વ્યવસ્થા અપાશે તેની માઇક્રો ફોન સહીતની તમામ સુવિધા અપાશે. દરેક ધારાસભ્યનું કોરોના-સ્કેનીંગ થશે અધિકારીઓ અને મુલાકાતીઓને પણ આ વ્યવસ્થો લાગુ હશે દરેક માટે માસ્ક ફરજીયાત હશે અને અહી પણ મારું નહી પહેરે તેને રૂા 500નો દંડ અધ્યક્ષની સુચનાથી થશે.